ચૅરમૅને લીલીઝંડી આપી:ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે 6 ઈ-બસ શરૂ કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
મેયર હિતેષ મકવાણાના વરદહસ્તે ગાંધીનગર- અમદાવાદ વચ્ચે ઈ- બસ સેવા શરૂ કરવામાં આવી હતી. - Divya Bhaskar
મેયર હિતેષ મકવાણાના વરદહસ્તે ગાંધીનગર- અમદાવાદ વચ્ચે ઈ- બસ સેવા શરૂ કરવામાં આવી હતી.
 • મૅયર-સ્ટે. કમિટી ચૅરમૅને લીલીઝંડી આપી, વધુ 30 બસ દોડશે, GSRTCને 30 કરોડ ચુકવાશે

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરાઈ છે. સોમવારે પંચદેવ મંદિર ખાતેથી મૅયર હિતેષ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન જશવંત પટેલે લીલીઝંડી આપીને બસસેવા શરૂ કરાવી હતી. વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના સહયોગથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઈ-બસ સેવા શરૂ કરાઈ છે.

હાલના સમયે હાલ 6 રૂટ પર બસ શરૂ કરાઈ છે. આગામી સમયે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કુલ 30 ઈ-બસ શરૂ કરાશે. 30 બસ માટે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ GSRTCને મનપાના માધ્યમથી બસ દીઠ 1 કરોડ એટલે 30 બસ માટે 30 કરોડ ચૂકવશે. GSRTCએ ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટર કરીને બસ ભાડે લીધી છે.

જેમાં પ્રતિ કિલોમીટર 63 રૂપિયા કંપનીને ચૂકવાશે. આ સામે કંપની બસોનું ચાર્જિંગ અને મેઇન્ટેનન્સનો ખર્ચ કરશે. કંપની દ્વારા 10 વર્ષ સુધી અમદાવાદ-ગાંધીનગર રૂટ પર બસ કાર્યરત રાખવાની રહેશે. જોકે બસ ચલાવવાથી લઈને તેનું સંચાલન GSRTC પોતાના સ્ટાફ દ્વારા કરશે.

ઈ-બસના પિક-અપ પૉઇન્ટ

 • કૃષ્ણનગર
 • ઠક્કરનગર
 • સોનીની ચાલી
 • ગેલેક્સી
 • ઇન્દિરા બ્રિજ
 • પાલડી
 • અડાલજ
 • ઘ-રોડ
 • પથિકાશ્રમ
 • સેક્ટર 28/29
અન્ય સમાચારો પણ છે...