તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં UK, આફ્રિકાનો સ્ટ્રેન:સુરતમાં બંને સ્ટ્રેનના 6 કેસ નોંધાયા, ગાંધીનગરમાં આફ્રિકન સ્ટ્રેનનો શંકાસ્પદ કેસ; સુરતની પાંચ સ્કૂલોમાં 85 બાળકો પોઝિટિવ મળતા સ્કૂલો બંધ કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં 775 નવા કેસ, સુરતમાં 188 તો અમદાવાદમાં 185 કેસ મળ્યા
  • રાજકોટમાં રામકૃષ્ણ મિશનમાં સંક્રમણ, અધ્યક્ષ સહિત 15ને ચેપ

ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને અાફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને અાફ્રિકા સ્ટ્રેનના 6 કેસ જ્યારે ગાંધીનગરમાં યુકે સ્ટ્રેનનો એક શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે. સુરતમાં 5 શાળાના 85 બાળકો પોઝિટિવ આવતાં શાળા બંધ કરાઈ છે. દરમિયાનમાં શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 775 કેસ નોંધાયા હતા. તેમાં સુરતના 188 અને અમદાવાદના 185 કેસનો સમાવેશ થતો હતો. રાજકોટમાં રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સહિત 10 સંન્યાસી તથા 5 ભક્તોને સંક્રમણ થયું હોવાનું નોંધાયું છે.

રાજ્યમાં 34 દિવસમાં 234% કેસ વધ્યાં
ગુજરાતમાં છેલ્લા 34 દિવસમાં કોરોનાના કેસમાં 234 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 232ની સપાટીએ આવી ગયા હતા પરંતુ રાજ્યના મહાનગરો અને પંચાયતોની યોજાયેલી ચૂંટણી પછી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે 775 કેસ નોંધાયા હતા. ચાલુ કેલેન્ડર વર્ષનો આ સૌથી મોટો આંકડો છે. 34 દિવસમાં 543 કેસ વધી જવા પામ્યા છે.

અમદાવાદમાં 13 દિવસમાં જ કોરોના કેસો ડબલ થઇ ગયા
અમદાવાદ શહેરમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે 1લી માર્ચે જ્યાં 96 જેટલા કોરોના કેસો સામે આવ્યા હતા. જેને બદલે શનિવારે 13 માર્ચે એક જ દિવસમાં 185 કેસ સામે આવતાં લગભગ કેસોની સંખ્યા ડબલ થઇ ગઇ છે. જોકે મોતની સંખ્યા અત્યંત ઘટી ગઈ છે. રોજનું લગભગ એક જ મોત નોંધાય છે.

સુરતમાં મળેલો યુકે સ્ટ્રેન 43-90% વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે
સુરતમાં જે રીતે કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ યુ.કે. સ્ટ્રેન B.1.1.7 જવાબદાર હોવાનો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો દાવો છે. તેમણે યુ.કે.ના એક સ્ટડી રિપોર્ટના આધારે આ દાવો કર્યો છે. જે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આ વાઇરસ 43 ટકાથી 90 ટકા સુધી ઝડપથી પ્રસરે છે. આ વાઇરસનો ચેપ લાગે તો તે માનવ શરીરમાં લાંબો સમય સુધી રહે અને બીજાને પણ લાંબા સમય સુધી ચેપ લગાવી શકે છે. જોકે, અન્ય વાઇરસના અને યુ.કે. સ્ટ્રેનના વાઇરસના લક્ષણો મોટાભાગના સરખા છે.

નવા સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે
એવી આશંકા રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે કે પહેલાના વાઈરસ કરતા આ સ્ટ્રેનનો વાઇરલ લોડ વધારે છે અને એટલા માટે આ વાઇરસ વધારે જોખમી છે. એક શરીરમાંથી બીજા શરીરમાં વાઇરસ મ્યુટેશન થયા પછી પણ તેનો ચેપ વધુ ઝડપથી ફેલાવે છે. એટલા માટે જ તેની CT વેલ્યુ ઓછી આવે છે. વાઇરસ એટલો ઘાતક નથી પરંતુ ચેપી વધારે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અત્યારસુધી આ વાઇરસના કુલ 6 કેસ મળી આવ્યા છે. જેથી કમિશનરે લોકોેને આ વાઇરસથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ નહીં જવા માટે ચેતવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો