તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મનપા વિસ્તારમાં 50 સહિત 59 કેસ : 10મોત

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરમાં 1 વર્ષના બાળકથી 82 વર્ષના વૃદ્ધ સુધીના લોકો કોરોનાની ઝપટમાં : 5 મૃત્યુ પણ મનપા વિસ્તારમાં

જિલ્લાના વધુ 59 લોકો સહિત અત્યાર સુધી કુલ 9115 લોકો સંક્રમિત થયા છે. મનપા વિસ્તારમાંથી 1 વર્ષના બાળકથી લઇને 82 વર્ષના વૃદ્ધ સહિત કુલ 50 લોકો કોરોનામાં સપડાયા છે. જ્યારે મનપા વિસ્તારના 5 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આથી ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના દિવસો ઘટી રહ્યા છે. તેમ તેમ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.

ત્યારે ચુંટણી પૂર્ણ થાય પછી કોરોનાના કેસનો જવાળામુખી ફાટશે તેવી દહેશત લોકોમાં જોવા મળી રહી છે. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કુલ 10 દર્દીઓના મોતથી કુલ આંકડો 659એ પહોંચ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓમાં 41 વર્ષના યુવાનથી લઇને 81 વર્ષના વૃદ્ધ સુધીના દર્દીઓનો સમાવેશ થાય છે.

મહાનગર પાલિકાની ચૂંટણીના દિવસો ઘટી રહ્યા છે તેમ તેમ કોરોનાના કેસ પણ વધી રહ્યા છે

કોરોનાની સારવારને અંતે વધુ 35 સહિત અત્યાર સુધી 7882 લોકોએ કોરોનાને હરાવ્યો છે. સંક્રમિતોમાં બાળક, વિદ્યાર્થી, સ્ટેમ્પ વેન્ડર, ખેડુત, ગૃહિણી, વેપારી, એન્જિનીયર, એડવોકેટ સહિતનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારમાંથી વધુ 5 કેસમાં વાવોલની 65 વર્ષીય ગૃહિણી, રાંધેજાની 65 વર્ષીય ગૃહિણી, કુડાસણમાંથી 1 વર્ષનો બાળક, 45 વર્ષીય અને 25 વર્ષીય ગૃહિણીઓ, 75 વર્ષીય વેપારી, 14 વર્ષીય અને 13 વર્ષીય વિદ્યાર્થીનીઓ, 41 વર્ષીય મહિલા, 25 વર્ષીય અને 37 વર્ષીય વેપારીઓ, રાંદેસણની 49 વર્ષીય મહિલા, રાયસણમાંથી 82 વર્ષીય અને 60 વર્ષીય વૃદ્ધો, 78 વર્ષીય અને 44 વર્ષીય ગૃહિણીઓ, પેથાપુરની 35 વર્ષીય ગૃહિણી, સરગાસણમાંથી 57 વર્ષીય આધેડ, 43 વર્ષીય વેપારી, 8 વર્ષીય વિદ્યાર્થીની, 30 વર્ષીય યુવતી, બોરીજમાંથી 32 વર્ષીય ખેડુત, 38 વર્ષીય યુવાન, જીઇબીમાંથી 50 વર્ષીય અને 52 વર્ષીય બે આધેડ, ધોળાકુવાના 52 વર્ષીય આધેડ, સેક્ટર-15ના 73 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-6માંથી 52 વર્ષીય સ્ટેમ્પ વેન્ડર, 80 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-13ની 52 વર્ષીય મહિલા, સેક્ટર-30ની 66 વર્ષીય ગૃહિણી, સેક્ટર-2માંથી 38 વર્ષીય યુવતી, 60 વર્ષીય, 67 વર્ષીય, 62 વર્ષીય, 71 વર્ષીય વૃદ્ધો, 74 વર્ષીય, 61 વર્ષીય બે ગૃહિણીઓ, 51 વર્ષીય આધેડ, 34 વર્ષીય સિવિલ એન્જિનીયર, સેક્ટર-3માંથી 42 વર્ષીય અને 58 વર્ષીય બે ગૃહિણી, 42 વર્ષીય એડવોકેટ, 17 વર્ષીય વિદ્યાર્થી, 53 વર્ષીય વેપારી, સેક્ટર-27ના 52 વર્ષીય આધેડ, સેક્ટર-21ના 52 વર્ષીય વેપારી, સેક્ટર-29ના 31 વર્ષીય મહિલા એન્જિનીયર, સેક્ટર-1ની 72 વર્ષીય મહિલા, સેક્ટર-7ની 79 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે. સંક્રમિતોના સંપર્કવાળા 59 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

ગાંધીનગર તાલુકામાંથી 6 અને કલોલ, માણસા તથા દહેગામમાંથી 1-1-1 કેસ
ગાંધીનગર તાલુકામાંથી નવા 6 કેસમાં શેરથાની 50 વર્ષીય ગૃહિણી, ચિલોડાની 54 વર્ષીય ગૃહિણી, મોટી શિહોલીના 64 વર્ષીય વૃદ્ધ, માધવપુરાના 47 વર્ષીય યુવાન, લેકાવાડામાંથી 59 વર્ષીય અને 42 વર્ષીય વેપારી કોરોનામાં સપડાયા છે. દહેગામ તાલુકાના મીઠાના મુવાડાના 45 વર્ષીય ખેડુત તેમજ કલોલ તાલુકાના છત્રાલના 57 વર્ષીય વેપારી અને માણસા તાલુકાના લોદરાનો 28 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે.

ધણપમાં કુલ 163 ટેસ્ટમાંથી 45 પોઝિટિવ : ચેરમેન પતિ
ધણપમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ નોંધાયા હતા. આથી ગામમાં કોરોના ટેસ્ટીંગનો કેમ્પ કરાતા કુલ 163 લોકોનો ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી ગામના 36 અને બીજા ગામના 9 સહિત કુલ 45 લોકોના રેપિટ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું ગાંધીનગર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનના પતિ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો