તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેથ સર્ટિફિકેટ:મનપા દ્વારા એપ્રિલ મહિનામાં 585 ડેથ સર્ટિફિકેટ ઈશ્યૂ થયા

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020માં કુલ 1075, 2021માં 1245 સર્ટી ઈશ્યૂ થયાં
 • માર્ચની સરખામણીએ એપ્રિલમાં 347 સર્ટીનો વધારો, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 1245 સર્ટી ઈશ્યૂ થયા

ગાંધીનગર સહિત રાજ્યભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કોરોના કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર મનપા વિસ્તારમાં પણ અત્યાર સુધી 8 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, સાથે જ મૃત્યુમાં પણ વધારો છે.

અંતિમધામમાં લાગતી લાંબી લાઈનો જ વધેલા મૃત્યુઆંકની ચાડી ખાય છે. ત્યારે મનપા દ્વારા ઈશ્યૂ થતાં ડેથ સર્ટિફિકેટમાં પણ વધારો થયો છે. આ એપ્રિલ મહિનામાં જ મનપામાંથી 585 ડેથ સર્ટી ઈશ્યૂ થયા છે. એટલે કે દરરોજ 19 જેટલા ડેથ સર્ટી ઈશ્યૂ થાય છે. ગત વર્ષે એપ્રિલ-2020માં કુલ 213 સર્ટી ઈશ્યૂ થયા હતા એટલે કે દૈનિક સરેરાશ 7 જેટલા સર્ટી ઈશ્યૂ થયા હતા.

ગાંધીનગર મનપામાં આ વર્ષે જાન્યુઆરીમાં 242, ફેબ્રુઆરીમાં 180 તથા માર્ચમાં 238 સર્ટી ઈશ્યૂ થયા હતા. માર્ચની સરખામણીએ એપ્રિલમાં 347 સર્ટીનો વધારો થયો હતો. કોરોનાની ભયાનક સ્થિતિનો ચિતાર આ આંકડોઓ પરથી સામે આવી રહ્યો છે. આ આંકડો ખાલી ગાંધીનગર મનપામાંથી નીકળેલા સર્ટીઓનો છે. જિલ્લાની કલોલ, માણસા, દહેગામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો ગણીએ તો જિલ્લામાં હાલ થઈ રહેલા મૃત્યુનો આંકડો અનેક ગણો વધી શકે છે.

મનપામાં ઈશ્યૂ થયેલા ડેથસર્ટી

મહિનો20202021
જાન્યુઆરી282242
ફેબ્રુઆરી371180
માર્ચ208238
એપ્રિલ213585
કુલ10751245

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો