તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં ભરતી:ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયકો અને કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધ્યાપક સહાયકોની ભરતી માટે 20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
  • રાજ્યના ઉચ્ચ શિક્ષણક્ષેત્રે આ ભરતીથી 6600 જેટલા યુવાઓનું માનવબળ જોડાશે

રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયક અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચતર-માધ્યમિક શિક્ષણક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે સમગ્રતયા 6616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એવી માહિતી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે.

અંગ્રેજી, ગુજરાતી સહિતના વિષયોમાં સ્કૂલોમાં સહાયકોની ભરતી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે 3382 શિક્ષણ-સહાયકોની ભરતી થવાની છે એની વિગતો આપતાં કહ્યું હતું કે અંગ્રેજી વિષય માટે 624, અકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિક્સ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ-સહાયકોની ભરતી થશે. એ જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2307 શિક્ષણ-સહાયકોની ભરતી કરાશે.

44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક-સહાયકોની ભરતી
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું હતું કે રાજ્યની બિનસરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક-સહાયકોની સેવા આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે, એમ પણ શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું.

ઓનલાઇન અરજી એક અઠવાડિયા સુધી કરી શકાશે
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અધ્યાપક-સહાયકોની આ ભરતી માટે 20 જાન્યુઆરી-2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 5700 શિક્ષણ-સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે, એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2307 શિક્ષણ-સહાયકોની નિમણૂક કરવામાં આવશે.

રાજ્યમાં નવી ભરતીપ્રક્રિયાથી શૈક્ષણિક સ્ટાફમાં વધારો થશે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું (ફાઈલ તસવીર).
રાજ્યમાં નવી ભરતીપ્રક્રિયાથી શૈક્ષણિક સ્ટાફમાં વધારો થશે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું (ફાઈલ તસવીર).

6616 નવી ભરતી થતાં યુવા શિક્ષણ-સહાયકોથી વર્કફોર્સ મળશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ 6616 જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ-સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં યોગદાન આપશે, એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser