તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ગાંધીનગરનાં સેકટર-6માં બનેલા નવનિર્મિત 560 આવાસોનું જૂન મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કક્ષાના જર્જરીત આવાસો તોડીને આધુનિક સુવિધાઓ સાથેના આવાસો બાંધવામાં આવ્યા
  • સેકટર 29માં પણ જુના ખંડેર આવાસો તોડીને નવા આવાસો ઉભા કરવા કવાયત શરૂ

ગાંધીનગરના સેકટર-6 વિસ્તારમાં બી અને સી કક્ષાના 560 નવા આવાસો લગભગ તૈયાર થઈ ચૂક્યા હોવાથી આ આવાસો સરકારી કર્મચારીઓને ફાળવવામાં માટે આવતા મહિને એટલે કે જુન મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે.

ગાંધીનગરની સ્થાપના બાદ સરકારી નગરી ગાંધીનગરમાં કર્મચારીઓ માટે વિવિધ કક્ષાના સરકારી આવાસો બાંધવામાં આવ્યા હતા. ઘણા વર્ષો વીતી ગયા હોવાથી હવે આ સરકારી આવાસો જર્જરીત બની જવા પામ્યા છે. જેનાં પગલે સેક્ટરોમાં આવેલા વિવિધ કક્ષાના જર્જરીત આવાસો તોડી પાડીને આધુનિક સુવિધાઓ સાથેના આવાસો બાંધીને કર્મચારીઓને ફાળવી દેવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વર્ષો જુના આવાસો ખંડેર હાલતમાં બની ગયા છે. ત્યારે સેકટર 29માં પણ જુના ખંડેર આવાસો તોડી પાડીને નવા આવાસો ઉભા કરવા માટેની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે માર્ગ મકાન વિભાગમાં જર્જરીત આવાસોના કારણે સરકારી કર્મચારીઓ ને મકાન મળતા નથી. જેના કારણે આવાસો મેળવવા માટે વિભાગમાં પ્રતીક્ષા યાદી પણ લાંબી થતી જઈ રહી છે.

બીજી તરફ સેકટર-6માં પણ જર્જરીત આવાસો તોડી નાખીને બી અને સી કક્ષાના 560 આવાસો તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ કોઈ કારણોસર આ આવાસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું નથી. સેક્ટરોમાં વિવિધ કક્ષાના સરકારી આવાસમાં કેટલાય કર્મચારીઓ દ્વારા ભાડાં પર ચડાવી દેવામાં આવ્યા છે. ત્યારે સેકટર-6માં તૈયાર થઈ ગયેલા આવાસો કર્મચારીઓને ફાળવી દેવા માટે તંત્ર દ્વારા તે દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેનાં પગલે 560 આવાસો સરકારી કર્મચારીઓ ને ફાળવી દેવા માટે જુન મહિનામાં લોકાર્પણ કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...