કોરોના સંક્રમણ:કોરોનાના નવા 56 કેસ, 1 હોસ્પિટલમાં અને 55 દર્દી ઘરે સારવાર હેઠળ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લામાં કોરોના નવા 56 કેસમાંથી હોસ્પિટમાં એક દર્દીને દાખલ કર્યો છે. જ્યારે 55 દર્દીઓ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. જ્યારે કોરોનાની સારવારથી મનપા વિસ્તારમાંથી 24 અને ચાર તાલુકામાંથી 27 દર્દી સાજા થયા છે.

મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સેક્ટર-1ની 56 વર્ષીય મહિલા, સેક્ટર-4ના 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-5માં 51 વર્ષીય મહિલા, સેક્ટર-7ની 20 વર્ષીય યુવતી, સેક્ટર-8માંથી 67 વર્ષીય વૃદ્ધ, 62 વર્ષીય મહિલા, સેક્ટર-9ના 57 વર્ષીય આધેડ, સેક્ટર-13માંથી 50 વર્ષીય અને 45 વર્ષીય મહિલાઓ, સેક્ટર-20ના 50 વર્ષીય આધેડ, સેક્ટર-30માંથી 40 વર્ષીય, 51 વર્ષીય, 51 વર્ષીય, 59 વર્ષીય મહિલાઓ, આઇઆઇટીમાંથી 31 વર્ષીય, 30 વર્ષીય, 24 વર્ષીય મહિલાઓ, ઇન્ફોસીટીના 55 વર્ષીય આધેડ, કોલવડાના 57 વર્ષીય આધેડ, કુડાસણની 57 વર્ષીય મહિલા, પેથાપુરની 37 વર્ષીય મહિલા, રાંદેસણનો 37 વર્ષીય યુવાન, રાંધેજાનો 12 વર્ષીય વિદ્યાર્થી, રાયસણમાંથી 19 વર્ષીય, 37 વર્ષીય, 33 વર્ષીય યુવાનો, સરગાસણનો 48 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના બહિયલનો 35 વર્ષીય યુવાન, ચામલાની 61 વર્ષીય મહિલા, નગરપાલિકા વિસ્તારમાંથી 50 વર્ષીય આધેડ, 34 વર્ષીય, 18 વર્ષીય યુવાનો, કડજોદરાનો 43 વર્ષીય યુવાન, રખીયાલમાંથી 35 વર્ષીય મહિલા, 55 વર્ષીય આધેડ, 65 વર્ષીય વૃદ્ધ, સાંપાની 63 વર્ષીય મહિલા, ઉદણનો 18 વર્ષીય વિદ્યાર્થી, ચેખલાપગીનો 45 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

ગાંધીનગર તાલુકાના સાદરાનો 25 વર્ષીય યુવાન, ચંદ્રાલાનો 42 વર્ષીય યુવાન, છાલામાંથી 12 વર્ષીય વિદ્યાર્થી, 45 વર્ષીય બે, 35 વર્ષીય યુવાનો, ચિલોડાની 53 વર્ષીય મહિલા, બીએસએફ કેમ્પના 53 વર્ષીય જવાન, ઉવારસદની 40 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે. કલોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારની 24 વર્ષીય યુવતી, ડીંગુચાની 42 વર્ષીય મહિલા, પલોડિયાનો 35 વર્ષીય યુવાન, રાંચરડાની 60 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે. માણસા નગરપાલિકા વિસ્તારમાંથી 25 વર્ષીય, 26 વર્ષીય યુવતીઓ, 26 વર્ષીય, 34 વર્ષીય યુવાનો કોરોનામાં સપડાયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા અને તાલુકાઓમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેથી લોકોએ ભીડભાડ વાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટ, બસસ્ટેન્ડ, હોસ્પિટલ, મોલ જેવા જાહેર સ્થળો ઉપર જવાનું ટાળવું જોઇએ અને બને ત્યાં સુધી આવી જગ્યાએ ન જવું જોઇએ તે હિતાવહ છે. જેથી કોરોનાના ચેપથી પોતે બચી શકાય અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકાય.

અન્ય સમાચારો પણ છે...