આદેશ:હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 56 દિવસનો પગાર ચુકવાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લહેણી નિકળતી રજાઓની સામે શરતોને આધીન સરભર કરવાની રહેશે

માગણીઓના ઉકેલ માટે 56 દિવસ ઉપર હડતાલ ઉતરેલા આરોગ્યના કર્મચારીઓને રજા પગાર આપવામાં આવશે. જોકે રજા પગાર માટે લહેણી નીકળતી રજાઓની સામે શરતોને આધીન સરભર કરવાની રહેશે, તેવો ઉલ્લેખ રાજ્યના આરોગ્ય વિભાગના આદેશમાં કરવામાં આવ્યો છે.

રાજ્યભરની જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કેડરના કર્મચારીઓ પ્રશ્નોના ઉકેલ માટે 8 ઓગસ્ટથી હડતાલ પર હતા. હડતાલનો અંત આવતાં 56 દિવસનો પગાર આપવાની માંગણી કરાઈ હતી.

આથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઉપરોક્ત આરોગ્ય કર્મચારીઓની 56 દિવસની ગેરહાજરીનો પગાર ચુકવવાનો આદેશ કર્યો છે. પરંતુ તેના માટે ઉપરોક્ત કર્મચારીઓના જમા રજા હિસાબમાં અથવા ભવિષ્યમાં લેહણી નીકળતી રજાઓની સામે રજાનો પગાર ચુકવવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...