ફરિયાદ:ભાજપ મહિલા અગ્રણીના ઘરમાંથી 5.58 લાખની ચોરી

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર પર શંકા, જીઇબીમાં રહેતી પરમજીતકૌર છાબડાના ઘરમાં લોકરમાંથી ચોરી થતાં ફરિયાદ

ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન અને માઇનોરીટી વિભાગની ડાયરેક્ટરના મકાનમાં 5.58 લાખનુ ખાતર પડ્યુ છે. જીઇબીમાં રહેતી મહિલા આગેવાન દ્વારા નવા બની રહેલા મકાનમાં ફર્નિચરના રુપિયા આપવા માટે ઘરમાં રહેલુ લોકર ખોલવામાં આવ્યુ હતુ. પરંતુ લોકરમાં રહેલા રૂપિયા અને દાગીના જોવા મળ્યા ન હતા. જેને લઇને મહિલાએ સેક્ટર 21 પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મહિલા આગેવાને તેના ડ્રાઇવર સામે ચોરીની શંકા વ્યક્ત કરી છે.

પરમજીતકૌર છાબડા (રહે, જીઇબી કોલોની, ગાંધીનગર) હાલમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત માઇનોરીટી વિભાગમાં ડાયરેક્ટર તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે અને ગાંધીનગર મહાનગર પાલિકાના વર્ષ 2011માં ગઠન બાદ વોર્ડ નંબર 3માંથી ભાજપમાંથી ઉમેદવારી કરી હતી, જેમાં તેમની હાર થઇ હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુવારે સવારે સરગાસણમાં આવેલા મકાનમા ફર્નિચરનુ કામ કરવામાં આવી રહ્યુ છે. જેને લઇને કામગીરીના નાણાં ચૂકવવાના હોવાથી ઘરના બેડરુમમાં આવેલા લોકર નાણાં લેવા માટે ખોલવામાં આવ્યુ હતુ.

ત્યારે તેમા રોકડા 5 લાખ રૂપિયા અને સોનાની પેંડલવાળી ચેઇન અને બુટ્ટી કિંમત 40 હજાર, તે ઉપરાંત અન્ય એક પેંડલ કિંમત 18 હજાર, સહિત ડોક્યુમેન્ટ મુકવામાં આવેલા હતા. પરંતુ અંદર કાંઇ જોવા મળ્યુ ન હતુ. જ્યારે લોકરને છેલ્લે 25 જુલાઇના રોજ ખોલાયું હતુ. પરંતુ તે સમયે દાગીના અને રોકડ બરાબર હતુ. મહિલા આગેવાને તેના દિકરાને નાણાંની જરૂરિયાત હોવાથી ફોન કરીને પાસવર્ડ માગ્યો હતો. તે સમયે મહિલા નેતાઓ ડ્રાઇવર પાસવર્ડ સાંભળી ગયો હતો. જેને લઇને મહિલા નેતાએ તેના ડ્રાઇવર મહેશ રાવળ સામે ચોરીની શંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...