રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નાણાંકિય વર્ષ-2022-23માં શાળાઓને સંયુક્ત શાળા ગ્રાન્ટ આપવામાં આવે છે. જેનો બીજો હપ્તા પેટે જિલ્લાની 55 પ્રાથમિક શાળાઓને રૂપિયા 15.72 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આગામી સમયમાં શાળાના બેન્ક એકાઉન્ટમાં આ ગ્રાન્ટ જમા કરવામાં આવશે. ઉપરાંત ગ્રાન્ટ રજિસ્ટર સહિતની કામગીરી કરવાની શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓને કમ્પોઝીટ સ્કુલ ગ્રાન્ટનો લાભ રાજ્યભરની 33007 સરકારી પ્રાથમિક શાળાઓને આપવાનો સમગ્ર શિક્ષા અભિયાનના વર્ષ-2022-23ના બજેટમાં જોગવાઇ કરી હતી. જેમાં પીએબીમાં કુલ-32940 સરકારી પ્રાથમિક શાળાઓ માટે રૂપિયા 13689.40 લાખની ગ્રાન્ટ બજેટમાં મંજુર કરવામાં આવી છે.
જેમાં પ્રથમ તબક્કાના 50 ટકા લેખે ગ્રાન્ટ રાજ્યભરની 32940 શાળાઓને રૂપિયા 6844.70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે બાકીનો 50 ટકા ગ્રાન્ટ તાજેતરમાં આપવામાં આવી છે. જેમાં રાજ્યભરની 1696 સરકારી પ્રાથમિક શાળાઓને બાકીની 50 ટકા ગ્રાન્ટ પેટે રૂપિયા 3.34 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જેમાં ગાંધીનગર જિલ્લાની 55 પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લાની 55 શાળાઓને ગ્રાન્ટની 50 ટકા રકમ લેખે રૂપિયા 15.72 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. જે આગામી સમયમાં શાળાઓના બેન્ક ખાતામાં ગ્રાન્ટ જમા કરાવવામાં આવશે.
જોકે રાજ્યના શિક્ષણ વિભાગના નાણાંકિય પ્રવર્તમાન નિયમો મુજબ ગ્રાન્ટની હિસાબોની નિભાવણી તેમજ વપરાશ માટે થયેલો ખર્ચ તથા તે અંગેના વાઉચરો, રોજમેળ, ચેક કે રોકડ ચુકવણું રજિસ્ટ્રર, ડેડ સ્ટોક અને ગ્રાન્ટ રજિસ્ટર સહિતના નાણાંકિય રેકોર્ડ તેમજ પત્રકો નિભાવવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશમાં ઉલ્લેખ કર્યો છે. ગ્રાન્ટની રકમ શાળાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. ગ્રાન્ટ રજિસ્ટર સહિતની કામગીરી કરવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.