તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાના 55 કેસ, મનપા વિસ્તારમાં વધુ 37 સંક્રમિત; યુવાન સહિત 6 દર્દીનાં મોત

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્ય વિસ્તારના લોકોની શહેરમાં અવરજવરને કારણે માત્ર 24 કલાકમાં વધુ 15 કેસ

જિલ્લામાં નવા 55 કેસ સાથે કુલ આંકડો 9056એ પહોંચ્યો છે. જોકે મનપાની ચુંટણીનો પ્રચાર શરૂ થાય તે પહેલાં જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ચુંટણી પ્રચારમાં કોવિડની ગાઇડ લાઇનનું પાલનમાં લાપરવાહી દાખવવામાં આવશે. તો ચુંટણી પછી મનપા વિસ્તારમાં કોરોનાના ઘરે ઘરે ખાટલા જેવી સ્થિતિ બની રહેવાની શક્યતા રહેલી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી 37 કેસ અને 5 દર્દીઓના મોત નિપજ્યા છે.

જિલ્લામાં શુક્રવારે 29 વર્ષીય યુવાન અને 65થી 70 વર્ષના વૃદ્ધો સહિત 6 દર્દીઓના મોતથી કુલ આંકડો 649 થયા છે. જોકે ગ્રામ્ય વિસ્તારના લોકોને બિનજરૂરી શહેરી વિસ્તારમાં અવર જવરને પગલે માત્ર 24 કલાકમાં જ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં 15નો વધારો થયો છે. જોકે ગત ગુરૂવારે ગ્રામ્ય વિસ્તારમાંથી માત્ર 3 જ કેસ નોંધાયા હતા. આથી જો હવે ગ્રામ્ય વિસ્તારના લોકો બિનજરૂરી શહેરી વિસ્તારની અવર જવર બંધ નહી કરે તો ગાંધીનગર મહાનગર પાલિકા જેવી સ્થિતિ બની રહેવાની પણ શક્યતા રહેલી છે. સારવારને અંતે વધુ 34 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાની 7847 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ થઇ છે. સંક્રમિતોમાં પોલીસ જવાન, શિક્ષક, વિદ્યાર્થી, વેપારી, ખેડુત, ગૃહિણી, સેવક, પ્રોફેસર, ડીવાયએસઓ, ડ્રાઇવર, બિલ્ડર, સુપરવાઇઝર સહિતનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારમાંથી મહિલા DySO, યુવાન સહિત પોેઝિટિવ
મનપા વિસ્તારમાંથી વાવોલના 38 વર્ષીય વેપારી, કોલવડાની 55 વર્ષીય ગૃહિણી, કુડાસણમાંથી 39 વર્ષીય, 49 વર્ષીય અને 50 વર્ષીય ગૃહિણીઓ, રાંદેસણની 42 વર્ષીય મહિલા, રાયસણનો 48 વર્ષીય યુવાન, પેથાપુરમાંથી 23 વર્ષીય યુવાન, 36 વર્ષીય ગૃહિણી, સરગાસણમાંથી 40 વર્ષીય અને 25 વર્ષીય યુવાનો, જીઇબીના 55 વર્ષીય આધેડ, બોરીજના 46 વર્ષીય સુપરવાઇઝર, સેક્ટર-14ની 72 વર્ષીય ગૃહિણી, સેક્ટર-15માંથી 52 વર્ષીય સેવક, 58 વર્ષીય મહિલા કુક, સેક્ટર-6ના 69 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-19ની 42 વર્ષીય ગૃહિણી, સેક્ટર-28માંથી 65 વર્ષીય વૃદ્ધ, 42 વર્ષીય મહિલા, 86 વર્ષીય ગૃહિણી, સે-22માંથી 34 વર્ષીય સુપરવાઇઝર, 68 વર્ષીય વૃદ્ધ, 52 વર્ષીય આધેડ, સેક્ટર-23ના 44 વર્ષીય કોન્સ્ટેબલ, સેક્ટર-27માંથી 47 વર્ષીય ગૃહિણી, 38 વર્ષીય શિક્ષિકા, સે-17માંથી 65 વર્ષીય વૃદ્ધ, 53 વર્ષીય આધેડ, સેક્ટર-29માંથી 56 વર્ષીય શિક્ષક, 49 વર્ષીય પ્રોફેસર, 54 વર્ષીય બિલ્ડર, સેક્ટર-12ની 59 વર્ષીય ગૃહિણી, સેક્ટર-20નો 34 વર્ષીય યુવાન, સેક્ટર-21માંંથી 90 વર્ષીય વૃદ્ધ, 40 વર્ષીય મહિલા ડીવાયએસઓ, સે-16ના 65 વર્ષીય ડ્રાઇવર કોરોનામાં સપડાયા છે.

ગ્રામ્યમાં 18માંથી 11 ખેડૂતો અને ગૃહિણીઓ સંક્રમિત
તાલુકામાંથી નવા 5 કેસમાં ઇસનપુર મોટામાંથી 27 વર્ષીય યુવાન, 47 વર્ષીય ગૃહિણી, છાલાની 24 વર્ષીય યુવતી, ચંદ્રાલામાંથી 32 વર્ષીય અને 36 વર્ષીય બે ખેડુતો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કલોલમાંથી નવા 9 કેસમાં આમજામાંથી 68 વર્ષીય, 37 વર્ષીય અને 55 વર્ષીય ત્રણ ખેડુતો, 58 વર્ષીય ગૃહિણી, નંદાલીનો 28 વર્ષીય યુવાન, રાંચરડાના 56 વર્ષીય આધેડ, ધમાસણાના 63 વર્ષીય ખેડુત, નગરપાલિકા વિસ્તારમાંથી 45 વર્ષીય યુવાન અને 37 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. દહેગામ તાલુકામાંથી 3 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 7 વર્ષીય વિદ્યાર્થીની, 62 વર્ષીય ગૃહિણી, હાલીસાના 45 વર્ષીય ખેડુત કોરોનાગ્રસ્ત થયો છે. માણસાના મહુડીનો 30 વર્ષીય યુવાન કોરોના થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો