તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સંક્રમિતો કરતાં 4 ગણા 53 દર્દીએ કોરોનાને હરાવ્યો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા 13 કેસ, વધુ 3 લોકોએ જીવ ગુમાવ્યો

જિલ્લામાં નવા 13 કેસ સાથે કોરોનાની બીજી લહેરના વળામણાં હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાની 19917 વ્યક્તિઓ અત્યાર સુધી કોરોનાનો શિકાર બની ચુક્યા છે. તેમાંથી સારવારથી શનિવારના 53 સહિત કુલ 17975 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.

જ્યારે કોરોનાની સારવાર દરમિયાન શનિવારના 3 સહિત કુલ 2017 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાના દર્દીઓના મોતનું સાચુ કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જાણવા મળશે. મનપામાંથી 8 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 5 કેસ નોંધાયા: મનપા વિસ્તારમાંથી નવા 8 કેસમાં પેથાપુરમાંથી 3, સેક્ટર-23માંથી 2, કુડાસણમાંથી 1, સેક્ટર-25માંથી 1, સેક્ટર-2માંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 5 કેસમાં ગાંધીનગર તાલુકાના છાલામાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે દહેગામ તાલુકાના વાસણા સોગઠીમાંથી 1, ચંદાના મુવાડામાંથી 1 ઉપરાંત કલોલ તાલુકાના પાનસરમાંથી 1 અને ઉનાલીમાંથી 1 કેસ નોંધાયો છે.

જિલ્લાના 7865 લાભાર્થીઓએ વેક્સિન લીધી
જિલ્લાના મનપા અને ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવે છે. તેમાં શનિવારે કુલ 7865 લાભાર્થીએ રસી લીધી હતી. તેમાં મનપા વિસ્તારમાંથી 4048 અને જિલ્લાના ચારેય તાલુકામાંથી 3817 લાભાર્થીઓએ વેક્સિન લીધી છે.

અન્ય સમાચારો પણ છે...