બદલી:ગાંધીનગર મેડિકલ કોલેજમાં 53 તબીબની બદલી કરાઇ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • તબીબોની બદલી રાજપીપળા, નવસારી અને મોરબીની મેડિકલ કોલેજમાં કરાઇ, કોલેજ તબીબ વિનાની બની

છેલ્લા પાંચ દિવસમાં ગાંધીનગર મેડિકલ કોલેજના 53 તબીબની બદલી કરવામાં આવી છે. આથી વર્તમાન રોગચાળાના સમયમાં તબીબની બદલીઓથી દર્દીઓની સારવાર ઉપર તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રથી નવસારી, પોરબંદર, ગોધરા, મોરબી અને રાજપીપળા નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવી છે.

આ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા અને હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે તબીબની ભરતી કરવાને બદલે ગાંધીનગર, સોલા, વલસાડ, ગોત્રી, પાટણ, હિંમતનગર સહિતની મેડિકલ કોલેજના તબીબની બદલીઓ કરવામાં આવી રહી છે. જોકે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે પ્રથમ વર્ષનું એમસીઆઇનું ઇન્સ્પેક્શન પણ આવનાર હોવાથી જીએમઇઆરએસ દ્વારા અન્ય મેડિકલ કોલેજના તબીબની બદલીઓ કરવામાં આવી રહી છે.

5 દિવસમાં જીએમઇઆરએસ દ્વારા બદલીનો દૌર ચાલી રહ્યો હોય તેમ તબીબની બદલીઓ પરથી લાગી રહ્યું છે. ત્રણેક દિવસ અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજના 21 તબીબની પોરબંદર અને ગોધરા બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ ગત શુક્રવારે વધુ 32 તબીબની રાજપીપળા, મોરબી અને નવસારી ખાતે બદલી કરી છે.

તેમાં રાજપીપળામાં 18, મોરબીમાં 10 અને નવસારીમાં ચાર તબીબની બદલીના આદેશો જીએમઇઆરએસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યા છે. હાલના રોગચાળાના વાવરમાં આ રીતે બદલીઓ કરી દેવામાં આવતા દર્દીઓની સારવાર સામે સવાલ ઊભા થયા છે. મેડિકલ કોલેજના છાત્રોના શૈક્ષણિક કાર્ય પર પણ પડી છે.

અન્ય સમાચારો પણ છે...