તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગાંધીનગરથી વિદેશ જનારા 52 વિધાર્થીઓને આજે કોરોના રસીના બીજા ડોઝનું ટીકાકરણ કરાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી કુલ 72 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

વિદેશ જનાર વિધાર્થીઓ માટે આજે સેકટર-02નાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે 28 દિવસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી 72 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાથી કોર્પોરેશન તંત્ર દ્વારા સ્ક્રુટિની કરીને આવતીકાલે 52 વિદ્યાર્થીને જ કોરોનાનું ટીકાકરણ કરવામાં આવશે.

અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વોક્સિનેશનમાં અગ્રતા આપવાનો નિર્ણય તાજેતરમાં કરવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદના 84માં દિવસે બીજો ડોઝ આપવામાં આવે છે. જેનાં કારણે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ મુંઝવણ માં મુકાઈ ગયા છે.

આવા વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન શરૂ કરાયું કરાયું હતું. ત્યારે અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં 72 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે તમામ રજિસ્ટ્રેશનનું સ્ક્રુટિની કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈને 28 દિવસ પૂર્ણ કરી ચૂક્યા હોય તેવા 52 વિદ્યાર્થીઓને જ કોરોનાનો બીજો ડોઝ આવતીકાલે આપવાનું આયોજન કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ કે જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 28 દિવસ પૂરા થાય એટલે બીજો ડોઝ આપવાનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરના સેકટર-02 અર્બન હેલ્થ સેન્ટર ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતેથી સવારે 9થી 12 દરમિયાન વ્યવસ્થા રાખી છે.

વિદેશ જનાર 72 વિધાર્થીઓએ કોરોના રસી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાથી 52 વિદ્યાર્થીઓએ 28 દિવસ પૂર્ણ કર્યા હોવાથી તેમને કાલે ટીકા કરણ કરવામાં આવશે. બાકી રહેલા વિધાર્થીઓ પણ ગાઈડ લાઈન મુજબ 28 દિવસ પૂર્ણ કરશે એટલે તેઓને પણ ટીકા કરણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...