તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચંદ્રાલા પાસે કારમાંથી 510 લીટર દેશી દારૂ પકડાયો, શંકાસ્પદ ગાડી રોકતા દારૂની 255 થેલી મળી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ચિલોડા-હિંમતનગર હાઈવે પર કારમાંથી 510 લીટર દેશીદારૂ પકડાતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ચિલોડા પોલીસનો વાહન ચેકિંગમાં હતો ત્યારે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર શંકાસ્પદ લાલ ગાડી આવી હતી. પોલીસે રોકવાનો ઈશારો કરતા ચાલકે ચિલોડા તરફ કાર ભગાવી હતી. જેને પગલે પોલીસે તેનો પીછો કરતાં ગાડી છાલાથી મોતીપુરા ગામ તરફ જતા રોડ પર ખાાડામાં ઉતરી ગઈ હતી. ગાડીમાંથી એક શખ્સ ઉતરીને ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. 'પોલીસે GJ-01-HP-3930 નંબરની આ કાર ચેક કરતાં પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલો દેશી દારૂ મળી આવ્યો હતો.

ગાડી ચાલુ થાય તેવી સ્થિતિમાં ન હોવાથી તેને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લવાઈ હતી. ચિલોડા પોલીસે કાર ચાલકનું નામ પૂછતાં તે નરોડાનો અનોપસિંહ દલપતસિંહ સિસોદીયા ( મહાદેવ મંદિર પાસે ઝુપડપટ્ટી) હોવાનું સામે આવ્યું હતું. જેને સાથે રાખીને કોથળા ચેક કરાતા 15 કોથળામાંથી દારૂની 255 થેલીઓ મળી આવી હતી. જેને પગલે પોલીસે 10,200નો દારૂ અને દોઢ લાખની કાર જપ્ત કરીને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રાલા નાકા પાસેથી છેલ્લાં કેટલાંક સમયથી અવારનવાર આ રીતે દેશી કે વિદેશી દારૂ પકડાય છે પોલીસની ઘોંચથી થોડો સમય હેરાફેરી બંધ થયા બાદ ફરી આવી પ્રવૃતિ શરૂ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો