કાર્યવાહી:મેદરા ગરનાળા પાસે કારમાંથી 510 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસને દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. - Divya Bhaskar
પોલીસને દારૂનો મોટો જથ્થો મળ્યો હતો.
  • ડભોડા પોલીસે પરઢોલથી કારનો પીછો કરતા મેદરા પાસે ચાલક કાર મૂકી ફરાર

મેદરા ગરનાળા પાસેથી એક સેન્ટ્રોકારમાંથી 510 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. ડભોડા પોલીસની ટીમને બાતમી મળતા પોલીસ સ્ટાફ વોચમાં ગોઠવાઇ ગયો હતો. પરઢોલ પાસેથી પસાર થતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ઉભી રાખવામાં આવી ન હતી અને ચાલકે કારને હંકારી મુકી હતી. પોલીસે પીછો કરતા મેદરા ગરનાળા પાસે કાર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો.

કારની તપાસ કરતા તેમાથી 510 લીટર દેશી દારુ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેગામ તરફથી એક સેન્ટ્રો કારમાં દારુ ભરીને નરોડા તરફ જવાની છે. જેને લઇને પરઢોલ પાસે પોલીસની ટીમ વોચમા ગોઠવાઇ ગઇ હતી. તે સમયે દહેગામ તરફથી કાર આવતા તેના ચાલકને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કાર ઉભી રાખી ન હતી અને હંકારી મુકી હતી. તેની સાથે પોલીસ પણ કારની પાછળ ભાગી હતી.

કાર રાયપુર ગામ તરફ થઇ નર્મદા કેનાલ થઇ મેદરા તરફ કારને દોડાવી હતી. ત્યારે પોલીસે પણ કારનો પીછો કર્યો હતો. જેમા કાર મેદરા રેલ્વે ગરનાળા પાસે પડેલી જોવા મળી હતી. જેની તપાસ કરતા પ્લાસ્ટીકના 15 કટ્ટાઓ ભરેલા મળ્યા હતા. જેમાથી 510 લીટર કિંમત 10200નો દેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારુ, કાર સહિત 60200નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ગાંધીનગરના અનેક ગામોમાંથી દેશી દારૂની હેરાફેરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...