કોરોના અપડેટ:કોરોનાના વધુ 51 કેસ; IITમાં 5 સહિત ગાંધીનગરમાં 24 દર્દી, 58 જણા સ્વસ્થ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 તાલુકામાં દહેગામમાં 9, ગાંધીનગર અને માણસામાં 3-3 અને કલોલમાં 12 કોરોના સંક્રમિત
  • મનપામાં​​​​​​​ સમાવિષ્ટ ગામોમાં 12 જ્યારે સેક્ટરોમાં 7 જણાને ચેપ લાગ્યો, સૌથી વધુ મહિલા

જિલ્લામાં કોરોનાની ઝપટમાં વધુ 51 લોકો આવ્યા છે. જ્યારે હોમ આઇસોલેશન સારવારથી વધુ 58 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી કલોલમાંથી 12, દહેગામમાંથી 9 જ્યારે ગાંધીનગર અને માણસા તાલુકામાંથી 3-3 કેસ નોંધાયા છે. જ્યારે મનપા વિસ્તારમાંથી 24 કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાના સંક્રમણથી આરોગ્ય તંત્રની નિંદર હરામ બની છે. ત્યારે બુધવારે જિલ્લાના વધુ 51 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

તેમાં મનપા વિસ્તારના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ બોરીજના 72 વર્ષીય વૃદ્ધ, પેથાપુરમાંથી 79 વર્ષીય મહિલા, 24 વર્ષીય યુવતી, 45 વર્ષીય યુવાન, 34 વર્ષીય યુવાન, સરગાસણમાંથી 47 વર્ષીય અને 37 વર્ષીય મહિલાઓ, 30 વર્ષીય યુવાન, વાવોલના 57 વર્ષીય આધેડ, ઇન્ફોસીટીમાંથી 24 વર્ષીય યુવાન, 23 વર્ષીય અને 22 વર્ષીય બે યુવતીઓ, આઇઆઇટીમાંથી 33 વર્ષીય મહિલા, 34 વર્ષીય યુવાન, 30 વર્ષીય મહિલા, 20 વર્ષીય યુવાન, 36 વર્ષીય યુવાન, સેક્ટર-27ની 50 વર્ષીય મહિલા, સેક્ટર-12માંથી 31 વર્ષીય અને 23 વર્ષીય યુવાનો, સેક્ટર-4ની 58 વર્ષીય મહિલા, સેક્ટર-2માંથી 62 વર્ષીય અને 23 વર્ષીય મહિલાઓ, 58 વર્ષીય આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.

જિલ્લાના ચાર તાલુકામાંથી નોંધાયેલા કોરોનાના 27 કેસમાં દહેગામ તાલુકાના હરસોલીના 75 વર્ષીય વૃદ્ધ, ઝાંકનો 36 વર્ષીય યુવાન, કડાદરામાંથી 59 વર્ષીય આધેડ, 48 વર્ષીય અને 30 વર્ષીય યુવાનો, નાંદોલનો 36 વર્ષીય યુુવાન, નગરપાલિકા વિસ્તારમાંથી 22 વર્ષીય યુવતી, 67 વર્ષીય વૃદ્ધ, 54 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. ગાંધીનગર તાલુકાના લવારપુરની 60 વર્ષીય મહિલા, પ્રાંતિયાની 22 વર્ષીય વિદ્યાર્થીની, અડાલજના 76 વર્ષીય વૃદ્ધ જ્યારે માણસા તાલુકાના સોલૈયાની 30 વર્ષીય મહિલા, નગરપાલિકા વિસ્તારના 63 વર્ષીય વૃદ્ધ અને 30 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે.

કલોલ તાલુકાના સઇજમાંથી 24 વર્ષીય અને 23 વર્ષીય બે યુવાનો, કાંઠાનો 25 વર્ષીય યુવાન, ડીંગુચામાંથી 45 વર્ષીય મહિલા, 20 વર્ષીય વિદ્યાર્થીની, 68 વર્ષીય વૃદ્ધ, 45 વર્ષીય યુવાન, નગરપાલિકા વિસ્તારમાંથી 45 વર્ષીય અને 30 વર્ષીય બે મહિલા, 10 વર્ષીય વિદ્યાર્થી, 80 વર્ષીયના વૃદ્ધ, ભોંયણના 72 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. ગાંધીનગર જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે, દર્દીઓ ઘરે જ આરામ કરી દવા લઇ સાજા થઇ રહ્યા છે. જેથી આરોગ્ય તંત્રમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...