તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજ્યના આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલના 5000 તબીબો આજથી હડતાળ પર ઉતરશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે ડોક્ટરોએ વિરોધનું બ્યુગલ ફૂંક્યું

રાજ્યના ઇનસર્વિસ ડોક્ટરોની પડતર માંગણીઓ નહી ઉકેલાતા તારીખ 25મી, શુક્રવારથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. નોન પ્રેક્ટિસ એલાઉન્સ આપવું. ફિક્સ પગારમાં સાતમાં પગાર પંચ મુજબ વધારો કરવો. ઇન સર્વિસ પીજીની સીટો અગાઉ મુજબ આપવી સહિતના પ્રશ્નો નહી ઉકેલાતા ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કર્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના તબિબોના પ્રશ્નો ઉકેલ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફલર હોસ્પિટલ, જિલ્લાની હોસ્પિટલ, ઇએસઆઇ સહિતની હોસ્પિટલોમાં ફરજ બજાવતા તબિબોના પ્રશ્નોના ઉકેલ માટે અનેક વખત બેઠક કરીને રજુઆત કરી છે. તેમ છતાં તબિબોના પ્રશ્નો ઉકેલવામાં આરોગ્ય વિભાગને કોઇ જ રસ નહી તેમ નહી ઉકેલાાયા પડતર પ્રશ્નો પરથી લાગી રહ્યું છે.

કોરોનાની મહામારીમાં છેલ્લા સવા વર્ષથી તબિબો રજા લીધા વિના ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં પ્રશ્નો નહી ઉકેલાતા તબિબોમાં રોષ ઉઠ્યો છે. ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર એસોસિએશનના સેક્રેટરી ડો.ડી.કે.હેલૈયાએ જણાવ્યું છે કે નોન પ્રેક્ટીસ એલાઉન્સ આપવું. તબિબોની પ્રથમ નિમણુંક વખતે અપાતો પ્રથમ પગાર કેન્દ્ર સરકારના નિયમ મુજબ આપવો. ફિક્સ પગારી તબિબોની નિમણુંક બંધ કરવી.ઉપરાંત ફિક્સ પગારી તબિબોને માસિક વેતનમાં સાતમાં પગાર પંચ મુજબ 85000 આપવો.

ઇનસર્વિસ પીજીની સીટો અગાઉની જેમ 25 ટકા આપવી. એડહોક નોકરીને સળંગ નોકરી ગણવી, ઘરભાડા ભથ્થામાં રિકવરી બંધ કરવી. રેગ્યુલર પ્રમોશન આપવું. ઉચ્ચત્તર પગારધોરણનો ઉકેલ લાવવો સહિતના પડતર પ્રશ્નો ઉકેલની માંગસાથે 25મીથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...