ગાંધીનગરનાં ઈતિહાસની પ્રથમ ઘટના:કલોલના રેપ વિથ મર્ડર કેસમાં 8 દિવસમાં 500 પાનાંની ચાર્જશીટ, અઠવાડિયામાં જ તમામ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરાયા

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60થી વધુ સાહેદોનાં નિવેદન લઈ લોકલ ક્રાઇમ બ્રાંચે આઠ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી
  • આરોપીએ ખાત્રજની 3 વર્ષની બાળકીની હત્યા બાદ દુષ્કર્મ
  • મોટી ભોયણની 10 વર્ષની, રાંચરડાની 5 વર્ષની બાળકી પર રેપ કર્યો હતો

કલોલમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી. આરોપીએ સૌથી પહેલા ખાત્રજ ચોકડી પાસેથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી રાંચરડા ગામમાંથી 5 વર્ષની અને મોટી ભોયણમાંથી 10 વર્ષની બાળકીને ઉપાડી જઇને બળાત્કાર કર્યો હતો.

ગાંધીનગરમાં ચકચાર મચાવનાર બાળકીઓ નાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાનાં ગુનાઓને અંજામ આપનાર સાઈકો કિલર વિજય ઠાકોરે કલોલ તાલુકા, સાંતેજ અને મહેસાણા વિસ્તારમાં એકલી અટૂલી મહિલાઓ ઉપર પણ જીવલેણ હુમલા કરી દાગીના લુંટી લીધા હતા. ઉપરાંત 10 વર્ષની બાળકી પર પણ દુષ્કર્મ આચર્યા પછી ફરીવાર એજ સ્થળે શિકારની શોધમાં પાછો જઈ એક વૃદ્ધા પર પણ હુમલો કર્યો હોવાની રિમાન્ડ દરમિયાન વધુમાં કબૂલાત કરી હતી.

કલોલના વાસજડા ગામમાં રહેતા આરોપી વિજય પોપટ ઠાકોરે 3 બાળકી પર બળાત્કાર કર્યો હતો. 3 વર્ષની બાળકી રડવા લાગતા તેનુ ગળું દબાવી મારી નાંખ્યા બાદ બળાત્કાર કરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. જિલ્લા પોલીસે આરોપીને ઝડપી માત્ર 8 દિવસમાં એલસીબીના 6 અધિકારીઓએ દિવસ રાત કામગીરી કરી 500 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં જમા કરાવી હોય તેવો ગાંધીનગરના ઈતિહાલમાં પહેલો બનાવ બન્યો છે. રેપ વિથ મર્ડર કેસમાં સાઇકો રેપિસ્ટને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ ઊઠી રહી છે. ગૃહરાજ્ય પ્રધાને પણ ઝડપી ચાર્જશીટ ફાઇલ કરી ઝડપી ચુકાદો આપવામા આવશે તેમ જણાવ્યું હતું.

પોલીસે ચાર્જશીટમાં અનેક પુરાવા રજૂ કર્યા
પોલીસે તૈયાર કરેલી 500 પાનાની ચાર્જશીટમાં એફએસએલ દ્વારા લેવામા આવેલા સેમ્પલ, ડીએનએ ટેસ્ટ, આરોપી વિજય ઠાકોર બાળકીને બાઇક ઉપર લઇને જતો સીસીટીવીની ઇમેજ, બાળકીનાં કપડાં, બળાત્કાર કર્યા બાદ બાળકીને એક નાળા પાસે મૂકીને જતો રહ્યો હતો, તે સ્થળના પુરાવા અને પોલીસે સાથે રાખેલા સરકારી પંચ, ગુનાવાળી અલગ અલગ જગ્યાના પુરાવા સહિતના આધાર પુરાવા ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. આ કેસને ઝડપી ટ્રાયલ સાથે ચલાવવી આરોપીને કડકમાં કડક સજા મળે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

આરોપી વિજય ઠાકોરને 5 દિવસના રીમાંડ
​​​​​​​આરોપી વિજય ઠાકોરે અલગ અલગ વિસ્તારમાંથી 3 બાળકીઓને ઉઠાવી લઈ જઈ તેમના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, જેમાંથી બે બાળકીના વાલીએ અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી, જ્યારે એક બાળકી ઉપર બળાત્કાર કર્યાની કબૂલાત બાદ તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ સિવાય પણ વિજય ઠાકોરે કબૂલાત કરી હતી કે, પાંચેક મહિના અગાઉ વડસર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા પર જીવલેણ હુમલો કરી તેના શરીર પરથી ચાંદીના દાગીના લૂંટીને નાસી ગયો હતો. એજ રીતે કલોલ તાલુકા વિસ્તારમાં આવેલ સાયોના કંપની નજીક પણ એક મહિલા પર ધોકા વડે હુમલો કરી ચાંદીના દાગીના લુંટી લીધા હતા. તેમજ મહેસાણા જિલ્લાના કડી નાં કરણ નગર ગામની સીમમાં પણ મહિલા પર દાતરડાં વડે હુમલો હુમલો કર્યો હતો અને મહિલા બેભાન થઈ જતા ચાંદીના દાગીના લુંટી લીધા હતા. જ્યારે ત્રણેક મહિના અગાઉ પણ સાંતેજ ગામની સીમમાં ભેંસો ચરાવતી મહિલાને માથાના ભાગે પથ્થર વડે ઈજાઓ પહોંચાડી તેના પણ દાગીનાની લુંટ કરી હોવાની વધુમાં વિજય ઠાકોર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ પીઆઈ એચ પી ઝાલા દ્વારા ઝિણવટ પૂર્વક તપાસ કરી માત્ર આઠ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઈ છે. જે ગાંધીનગરના ઈતિહાસમાં કોઈ ગુનામાં માત્ર આઠ દિવસમાં ચાર્જશીટ પોલીસે દાખલ કરી હોવાની પ્રથમ ઘટના છે. પોલીસે આ પ્રકરણમાં 500 પાનાની ચાર્જ શીટ દાખલ કરી છે. જેમાં 60થી વધુ સાહેદોનાં નિવેદન, સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજુ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...