ફરિયાદ:સે-2ના નિવૃત્ત ઈસમના ICICI બેંકના એકાઉન્ટમાંથી 50 હજાર ઊપડી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત તા. 14 જૂનથી 2 જુલાઇના સમય દરમિયાન 11 વખત ખાતામાંથી જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરાતાં ફરિયાદ

શહેરના સેક્ટર 2મા રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ઈસમના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાંથી એક મહિના દરમિયાન અલગ અલગ 11 વખત 49500ની રકમ ઉપડી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. અનિલ દિનુભાઇ વ્યાસ (રહે, સેક્ટર 2ડી) હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. અને તેઓ સેક્ટર 16 આઇસીઆઇસીઆઇ બેંકમા બચત ખાતુ ધરાવે છે. ગત 3 જુલાઇના રોજ બેંકમા કામ અર્થે ગયા હતા.

ત્યારે નાણાંની જરૂરિયાત હોવાથી તેમણે એટીએમથી નાણા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાણા એટીએમમાંથી નીકળ્યા ન હતા અને બેલેન્સ ચેક કરતા માત્ર 5250 રૂપિયા જોવા મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો આભાસ થયો હતો.

જ્યારે નાણા ખાતામા ઓછા જોવા મળતા તેમણે પાસબુકમા એન્ટ્રી કરાવતા 14 જૂનથી 2 જૂલાઇ દરમિયાન અલગ અલગ 11 ટ્રાન્જેક્શનમા 49500 રૂપિયા યુપીઆઇ ટ્રાન્ઝેક્શનથી ટ્રાન્સફર થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જે નાણા નિવૃત ખાતા ધારકે ટ્રાન્સફર નથી કર્યા કે નથી કોઇ મોબાઇલમા સંદેશ આવેલો. જેને લઇને બેંક મેનેજરને રજૂઆત કરતા તેમના એકાઉન્ટમાંથી ડેબિટ થયા હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ બેંક દ્વારમા ટેમ્પરરી ક્રેડિટ તરીકે નાણા જમા કરાયા હતા, પરંતુ તે પછી પરત ડેબીટ કરવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...