તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LCBની મહિલા ટીમે રેડ કરી:પાલજમાં નદીના પટમાંથી 50 લીટર દેશી દારૂ , 7700 લીટર વોશ ઝડપાયો

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • LCBની મહિલા ટીમે રેડ કરી 2 ભાઈ સામે ગુનો નોંધ્યો

પાલજ ગામે સાબરમતીના પટમાં પોલીસે રેડ કરીને 50 લીટર દેશીદારૂ, 7700 લીટર વોશ ઝડપી પાડ્યો છે.

એલસીબીની મહિલા ટીમ ચિલોડા પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પાલજ રહેતો કાળુભાઈ ઉર્ફે મુલીયો મનુભાઈ દંતાણી તથા તેનો ભાઈ અજય મનુભાઈ દંતાણી દેશી દારૂ ગાળે છે.તેવી બાતમી મળતા પોલીસે રેડ કરતાં કાળુ દારૂ ગાળતો હતો. જે પોલીસને જોઈને ભાગી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરી બે કેરબામાં ભરેલો 1 હજારનો 50 લીટર દેશીદારૂ, 36 પીપમાં ભરેલો 14,400નો 7700 લીટર વોશ તથા 400ના ભઠ્ઠીના સાધનો સાધનો જપ્ત કર્યા હતા. જ્યારે વોશમાં સેમ્પલ લઈને બાકીના વોશનો સ્થળ પર જ નાશ કર્યો હતો. પોલીસે રેડ સમયે ભાગી ગયેલા કાળુ ઉર્ફે મુલીયો દંતાણી અને તેના ભાઈ અજય સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાં બિયરના 12 ટીન સાથે રિક્ષાચાલક ઝડપાયો
કલોલ શહેર પોલીસે બિયરના 12 ટીન સાથે રિક્ષાચાલકને ઝડપી પાડ્યો હતો. કલોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કલોલ રેલવે પૂર્વમાં રહેતો સંજય અમરતભાઈ રાવળ (રહે-10, શિવનગર ) દારૂનો વેપાર કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં સંજય પોતાની સીએનજી રિક્ષા સાથે મળી આવ્યો હતો. પોલીસે રિક્ષામાં ચેકિંગ કરતાં અંદરથી બિયરના 12 ટીન મળ્યા હતા. જેને પગલે પોલીસે 1740નો દારૂ અને 80 હજારની રિક્ષા મળી 81740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી સંજય રાવળ સામે ગુનો દાખલ કરીને તે દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો