તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ કર્યા ને માત્ર 6 દિવસમાં વેક્સિનના સપ્લાયમાં 50% નો કાપ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય વિસ્તારોમાં 90 અને મનપા વિસ્તારમાં 100 કેન્દ્ર ઊભાં કરાયાં હતાં

રસીકરણ મહાઅભિયાન ગત તારીખ 21મી, સોમવારે શરૂ કર્યું હતું. તેની સાથે જ 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ માત્ર 6 જ દિવસમાં વેક્સિનના સપ્લાયમાં 50 ટકાનો કાપ મુકાતા તેની સીધી અસર વેક્સિનેશનની કામગીરી ઉપર પડતા રસીની કામગીરી ઘટી જવા પામી છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરીને સઘન કરવા આદેશો જારી કર્યા છે.

આથી 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી તેઓમાં વેક્સિનેશન ઓછું જોવા મળતું હતું. પરંતુ કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન ગત તારીખ 21મી, સોમવારથી સમગ્ર રાજ્યમાં શરૂ કરાયું હતું.

જેમાં વેક્સિનેશન સેન્ટરોમાં પણ વધારો કરવામાં આવ્યા હતા. તેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 90 અને મનપા વિસ્તારોમાં 100 સેન્ટરો ઉભા કર્યા હતા. જોકે હાલમાં પુરતો સપ્લાય નહી આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને મનપાને વેક્સિનના ડોઝ ઓછા આપવામાં આવતા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

મહાઅભિયાન અંતર્ગત જિલ્લાને 26000 ડોઝ આપવામાં આવ્યા હતા
રસીકરણ મહાઅભિયાન અંતર્ગત મનપા વિસ્તાર માટે 6000 વેક્સિનના ડોઝ આપ્યા હતા. જ્યારે ગ્રામ્યમાં 20000 વેક્સિનના ડોઝ આપ્યા હતા. આથી ગ્રામ્યમાં 90 અને મનપા વિસ્તારમાં 100 સેન્ટરો ઊભા કર્યા હતા.

રસીકરણ સઘન બનાવવા 20,000 ડોઝ અપાયા હતા
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સઘન વેક્સિનેશન કરવા માટે જિલ્લાને કોવિશિલ્ડના 13000 ડોઝ અને કોવેક્શિનના 7000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે માત્ર છ જ દિવસમાં ડોઝમાં ઘટાડો કરીને કોવિશિલ્ડના 5000 અને કોવેક્શિનના 3000 ડોઝ આપ્યા હતા.

મનપાને કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ ફાળવ્યા
ગાંધીનગર મહાનગર પાલિકામાં રસીકરણ અભિયાન અંતર્ગત મનપાને અગાઉ 6000 ડોઝ કોવિશિલ્ડના આપ્યા હતા. જ્યારે કોવેક્શિનનો ઓછો વપરાશ હોવાથી અગાઉ 10000 ડોઝ આપ્યા હતા. ત્યારે હાલમાં કોવિશિલ્ડના 2000 અને કોવેક્શિનના 3000 ડોઝ ફાળવવામાં આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

​​​​​​​શનિવારે 9416 લોકોએ રસી લીધી
જિલ્લાના કુલ 9416 વ્યક્તિઓએ શનિવારે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમાં મનપા વિસ્તારમાં કુલ 3516 લાભાર્થીઓએ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. ચારેય તાલુકામાંથી 5900 લોકોએ રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...