તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા પંચાયતની 28 સીટ માટે ભાજપના 5 ગણા 141 ઉમેદવારો ટિકિટ માટે લાઇનમાં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપે ચૂંટણી પહેલાં તડજોડની રાજનીતિ શરૂ કરી દીધી

જિલ્લા પંચાયતની 28 સીટો માટે ભાજપના 141 ઉમેદવારો ટિકિટ માટે લાઇનમાં ઊભા છે. સીટો કરતાં 5 ગણા ઉમેદવારો મેદાનમાં તો છે, ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઉમેદવારોને જો ટિકિટ અપાશે તો બળવાનો જવાળામુખી ફાટે તેવી શક્યતા રહેલી છે. જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપ દ્વારા કોંગ્રેસના કદાવર સદસ્યોને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

ટિકિટની બાંહેધરી સાથે ભાજપમાં આવેલા કોંગ્રેસના ઉમેદવારોને લઇને વર્ષોથી ભાજપ પક્ષ માટે દોડનારા કાર્યકરોમાં નારાજગી ઊભી થઇ છે. જોકે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગમે તે ભોગે બહુમતીથી ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરવી છે. ત્યારે ભાજપે ચૂંટણી પહેલાં જ તોડ જોડની રાજનીતી શરૂ કરી દીધી છે. ત્યારે ટિકિટને વહેંચણીને લઇને ભાજપ માટે સાત કોઠા વિંધવા સમાન બની રહેવાની શક્યતા રહેલી છે.

સી.આર.પાટીલે 3 ટર્મથી વિજેતા ઉમેદવારો, 60 વર્ષથી મોટી ઉંમરના અને પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી છે. મનપાની ટિકિટ વહેંચણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે કરેલા નિયમોનું પાલન થયું નથી.

નગર પાલિકાની 18 સીટ માટે 217 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી
જિલ્લાની દહેગામ અને કલોલ નગરપાલિકાની કુલ 18 સીટ માટે 217 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. જેમાં દહેગામ નગરપાલિકાની 7 સીટો માટે 103 કાર્યકરો જ્યારે કલોલ નગરપાલિકાની 11 સીટો માટે 114 કાર્યકરોએ ટિકિટ મેળવવા માટે દાવેદારી કરી છે.

3 તાલુકા પંચાયતની 80 સીટ માટે 283 દાવેદાર
જિલ્લાના કલોલ, માણસા અને દહેગામ તાલુકાની પણ ચુંટણી યોજનાર હોવાથી કુલ 80 સીટો માટે જિલ્લા ભાજપના 283 કાર્યકરોએ ટિકિટ માટે દાવેદરી કરી છે. જેમાં માણસા તાલુકાની 28 સીટો માટે 101, કલોલની 26 સીટો માટે 81, દહેગામની 28 સીટો માટે 101 કાર્યકરોએ દાવેદારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો