તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:કોંગ્રેસના 15માંથી 5ને ટિકિટ નહીં, 6 કોર્પોરેટર ફરીથી ચૂંટણી લડશે

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર કોર્પોરેશનમાં રહેલાં કોંગ્રેસના 15 કોર્પોરેટર્સમાંથી 6ને રિપિટ કરાયા છે તથા 5ની ટિકિટ કપાઈ છે. બે નેતાઓએ સામેથી ચૂંટણી લડવાની ના પાડી છે જ્યારે બે મહિલા કોર્પોરેટર્સના સ્થાને તેમના પતિને ટિકિટ મળી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત પરિવારના સભ્યો કોરોના સંક્રમણમાં સંપડાયા છે. જેને પગલે તેઓએ સામેથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ કોર્પોરેટર જીતુ રાયકાના મોટાભાઈના આકસ્મિક અવસાનને પગલે તેઓએ પણ પક્ષને ચૂંટણી નહી લડવા અંગે કહીં દીધું હોવાનું કહેવાય છે. વર્તમાન કોર્પોરેટર્સમાંથી જયરાજસિંહ વાઘેલા, રમીલાબેન વાઘેલા, મીનાબેન વાઘેલા, ઉર્મિલાબેન વર્મા, પાયલબેન મેણાતને ટિકિટ મળી નથી. તો બીજી તરફ વર્તમાન મહિલા કોર્પોરેટર્સ હિરલ જોષીના સ્થાને તેમના પતિ ઉર્પલ જોષી અને પિન્કીબેન પટેલના સ્થાને રજનીકાંત પટેલ ચૂંટણી લડશે.

તો આ તરફ વર્તમાન કોર્પોરેટર્સમાંથી અંકિત બારોટ, હસમુખ મકવાણા, રાકેશ પટેલ, ચિમન વિંઝુડા, રોશનબેન પરમાર, લલિતાબેન ઠાકોર ફરી ચૂંટણી લડશે. કોંગ્રેસે વોર્ડ -10માંથી 7 મહિના પહેલાં જ જોડાયેલા શક્તિ પટેલને ટિકિટ આપી. કોંગ્રેસ દ્વારા તેને જિલ્લા યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની મહત્વની જવાબદારી સોંપી હતી. જે બાદ ચૂંટણી માટે શક્તિ પટેલના નામની જાહેરાત પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો