કોરોના અપડેટ:શહેરમાં કોરોનાના નવા 5 કેસ ,4 તાલુકામાં નીલ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ ખુલવાના સમયે જ કેસ વધતાં વાલીઓમાં ચિંતા

શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સમયે જ કોરોનાના કેસમાં વધારાને પગલે વાલીઓની ચિંતા વધારી છે. કેમ કે શનિવારે જિલ્લામાં નોંધાયેલા પાંચ કેસ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી નોંધાયા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કેસ નોંધાયો નથી.

લોકોએ ચાલુ વર્ષે ઉનાળા વેકેશનમાં મનભરીને લોકોએ હરવા-ફરવામાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન નહી કરતા સુષુપ્ત અવસ્થામાંથી કોરોના જાગૃત થયો છે. મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ નવા નોંધાયેલા પાંચ કેસની કોઇ જ આઉટ ઓફ સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમાં સરગાસણમાંથી 74 વર્ષીય વૃદ્ધા, મહિલા અને 36 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. જ્યારે સુઘડનો યુવાન જ્યારે મહેસાણા ગયેલા સેક્ટર-24ની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...