તપાસ શરૂ:ગાંધીનગર મનપાની ચૂંટણીના 5 માસ બાદ કલેક્ટરે કોર્પોરેટરો પાસેથી હિસાબ મંગાવ્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના 41 ઉમેદવારોના સરખા ચૂંટણી ખર્ચ મુદ્દે ચૂંટણી પંચમાં અરજી  કરનાર અરજદારોને કલેક્ટર કચેરીએ પુરાવા સાથે બોલાવાયા હતા. - Divya Bhaskar
ભાજપના 41 ઉમેદવારોના સરખા ચૂંટણી ખર્ચ મુદ્દે ચૂંટણી પંચમાં અરજી કરનાર અરજદારોને કલેક્ટર કચેરીએ પુરાવા સાથે બોલાવાયા હતા.
  • મનપા ચૂંટણીમાં ભાજપના 41 ઉમેદવારના સરખા ચૂંટણી ખર્ચ બાબતે તપાસ શરૂ થઈ

ગાંધીનગર મનપા ની ચૂંટણીના પાંચ માસ બાદ ગુરુવારે કલેક્ટરે તમામ કોર્પોરેટરને હિસાબ રજૂ કરવા બોલાવતા જેમા ભાજપના સભ્યો દ્વારા એક સરખો હિસાબ ખર્ચ રજૂ કરાયો હતો. જે મુદ્દે રાજ્ય ચૂંટણી પંચમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ અરજદારોને 5 મહિના બાદ આજે બોલાવાતા તેમણે રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆતો કરી હતી.

જેમાં અંકિત બારોટે આક્ષેપ કરતા જણાવ્યુ કે કલેક્ટર ભાજપના ઈશારે કામ કરે છે અને આજે તપાસ ચાલુ કરી છે તે યોગ્ય નથી. તંત્ર દ્વારા ચાલી રહેલી તપાસ બાબતે વધુમાં કહ્યું છે કે,‘કલેક્ટર સાથેની મિટિંગમાં પુરાવા રજૂ કર્યા હતા અને કલેક્ટર દ્વારા અભ્યાસ કરી ફરી 23 જુને અદરજદારોને બોલાવાયા છે.

કલેક્ટર ભાજપના ઈશારે કામ કરે છે, ખોટાને ખોટું કહેવાની હિંમત તપાસ અધિકારીમાં નથી. મનપાની ચૂંટણીમાં ભાજપના 41 ઉમેદવાર જીત્યા હતા, જેમાં ભાજપ દ્વારા પૈસા, તંત્ર અને પોલીસ વિભાગનો ઉપયોગ કરાયો હતો. ભાજપે ચૂંટણી હિસાબો રજૂ કરવામાં ગેરરીતિ આચરી હતી. તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં એક સરખો ખર્ચ રજૂ કરાયો હતો.

ભાજપના 41 ઉમેદવારે ખોટા એફીડેવીટ રજૂ કરી ખર્ચ એક સરખો બતાવ્યો હતો. આ સિવાય ઉમેદવારોએ ડિપોઝીટ, જાહેરાતો, સ્ટારપ્રચારક તરીકે આવેલા લોકોની વિગતો છુપાવી હતી.આ રીતે પાંચ માસ બાદ ચૂંટણી ખર્ચ અંગે ગુરુવારે કલેક્ટરે બોલાવતા વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...