વેપારી સાથે છેતરપિંડી:ગાંધીનગરનાં વેપારીને 100 ટન વપરાયેલા રાંધણ તેલ ખરીદવાનાં ચક્કરમાં ગઠિયાએ 5 લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહી ટ્રેડિંગ અને કન્સલ્ટન્સીનું કામ કરતાં વેપારીને 100 ટન વપરાયેલા રાંધણ તેલ આપવાની બાંહેધરી આપી તામીલનાડુનાં શખ્સે 5 લાખ લઈ હાથ અધ્ધર કરી દઈ છેતરપિંડી આચરી હતી. જેથી ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન તપાસ કરી કંપનીનો સંપર્ક કર્યો
ગાંધીનગરના રાંદેસણ પ્રતીક મોલની પાછળ આવેલ પ્રમુખ પ્રાઈડ મકાન નંબર - ઈ /002 માં રહેતો વિશાલ લક્ષ્મીકાંત સુથાર ગજજર ટેકનોલોજીસ પ્રા.લી નામની કંપની ચલાવી ટ્રેડીંગ તથા કન્સલ્ટન્સી ચલાવી ઇમ્પોર્ટ એક્ષપોર્ટનુ કામ કરે છે. વર્ષ - 2021માં કંપનીમાં વપરાયેલા રાંધણ તેલની ડિમાન્ડ હતી. જેથી વિશાલે ઓનલાઇન તપાસ કરતાં બાયોગ્રીન એક્ષપોર્ટ (ઓ.પી .સી) પ્રા. લી નામની કંપની સાથે સંપર્ક થયો હતો.
10 લાખમાં ડીલ નક્કી થઈ
જેનાં એકમાત્ર ડાયરેક્ટર સાદીક અલી સાથે ટેલીફોનીક અને ઓનલાઇન વાતચીત વિશાલે કરી હતી. જેથી ટ્રેડીંગ માટે યોગ્ય ભાવ જણાઈ આવતા તા.28/12/2021 ના રોજ સાદીક અલીએ કોટેશન પણ મોકલી આપ્યું હતું. જે મુજબ 100 ટન વપરાયેલ રાંધણ તેલ (યુ.સી.ઓ) ની 10 લાખમાં ડીલ નક્કી થઈ હતી. બાદમાં વિશાલ તા.10/01/2022 ના રોજ શાહનગર, જિલ્લો કારૂર પલ્લાપટ્ટી તામિલનાડુનાં કોઇમ્બતુર ગયો હતો.
​​​​​​​વિશાલને છેતરપિંડી થયાનો અહેસાસ થતા ફરિયાદ નોંધાવી​​​​​​​
એક હોટલમાં સાદીક સાથે મિટિંગ કરી હતી. એટલે સાદીકે 5 લાખની માંગણી કરી પંદર દિવસમાં 100 ટન વપરાયેલ રાંધણ તેલ મોકલી આપવાની વાત કરી પરર્ચેજ આપી તેની કંપનીના લેટર પેડ ઉપર ગેરંટી લખી આપી હતી. બાદમાં વિશાલે વિશ્વાસ રાખીને સાદીક અલીના આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે ઘણો લાંબો સમય વીતી જવા છતાં વપરાયેલ રાંધણ તેલ પણ પહોંચ્યું ન હતું. જેથી પૈસાની ઉઘરાણી કરતા સાદીક અલીએ વાયદાઓ આપી અંતે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારે જઈને વિશાલને છેતરપિંડી થયાની અહેસાસ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...