તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી જેલ હવાલે:ગાંધીનગરમાં આવેલી કરોડોની 45 વિઘા જમીન ગેરકાયદેસર રીતે હડપ કરનાર ભૂમાફિયા ટોળકીના 5 ઈસમોને પાસા

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચેય આરોપીઓને અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા

ગાંધીનગરનાં વલાદ ગામની સીમમાં આવેલી આશરે એક 45 વિઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે જમીન પચાવી પાડનાર ભૂમાફિયા ટોળકીના પાંચ ઈસમોની પાસા હેઠળ અટકાયત કરાઇ છે. તથા ડભોડા પોલીસે પાંચેયને અલગ-અલગ જેલમાં ધકેલી દીધા છે.

ખેડૂતોની ટાઇટલ પત્રોમાં સહીઓ તેમજ અંગૂઠા કરાવી લીધા

ડભોડા પોલીસ દ્વારા વલાદ ગામની સીમમાં અલગ-અલગ સર્વે નંબરની આશરે બાર વિઘા કિમતી જમીનનાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભૂમાફિયા ટોળકીએ વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં વર્તમાન પેપરોમાં ટાઇટલ ક્લિયર આપવાના બહાને ખેડૂતોની ટાઇટલ પત્રોમાં સહીઓ તેમજ અંગૂઠા કરાવી લીધા હતા. જેના થકી જુના સ્ટેમ્પ પેપરોનો ઉપયોગ કરી ખોટા અને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી ગાંધીનગરની સોંગ રજિસ્ટાર કચેરીમાં જમીનના દસ્તાવેજો કરાવી લઈને કિંમતી જમીન હડપ કરી લેવામાં આવી હતી.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ

જે સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ત્રણ ગુનાઓ ડભોડા પોલીસ મથકમાં નોંધાવા પામ્યા હતા. જે ગુનાની તપાસ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. રાણા દ્વારા ભરત મેલા ભાઈ રબારી( હાલ રહે. મહારાણા પ્રતાપ સોસાયટી પાસે રબારીવાસ ઇસનપુર મૂળ પાટણ) કેતન મનુભાઈ રાવળ(રહે. અંબિકા એપાર્ટમેન્ટ ગરીબ આવાસ યોજનાના મકાન નવા ઘોડાસર અમદાવાદ), કપિલ હસમુખભાઈ પરમાર અંબિકા એપાર્ટમેન્ટ ઘોડાસર ભૂપતસિંહ ઉર્ફે ભુદા ભાઈ વાઘેલા (રહે. ગતરાડ મુખીવાસ તાલુકો દસકોઈ) તેમજ રમેશ ગલબાભાઈ વીરાભાઇ પ્રજાપતિ (આનંદ એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ હાથીજણ અમદાવાદ) ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અલગ અલગ પાંચ પાસા દરખાસ્તો તૈયાર કરી

જે અન્વયે ડભોડા પીએસઆઇ એલ.એચ.મસાણી દ્વારા અલગ અલગ પાંચ પાસા દરખાસ્તો તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી. જે મંજૂર થતાં ડભોડા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ભરત રબારીને ભાવનગર, કેતન રાવળને ભુજ, કપિલ પરમારને રાજકોટ, ભુપતસિંહ વાઘેલાને વડોદરા તેમજ રમેશ પ્રજાપતિને સુરત લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...