તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મનપામાં 2 વૃદ્ધ સહિત 5, ગ્રામ્યમાં 3 યુવાન સંક્રમિત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં નવા નોંધાયેલા 8 કેસમાં મનપા વિસ્તારમાંથી બે વૃદ્ધ સહિત કુલ 5 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી વધુ 3 વ્યક્તિઓ સંક્રમિત થનાર યુવાનો છે. કોરોનાની સારવારથી 17 દર્દીઓ કોવિડને હરાવવામાં સફળ થતાં જિલ્લાના 18254 લોકો સાજા થયા છે. જ્યારે સારવાર દરમિયાન 2 દર્દીઓ કોરોનાની સામેની જંગ હારી જતા કુલ આંકડો 2032એ પહોંચ્યો છે.

મનપા વિસ્તારમાંથી 5 કેસમાં સેક્ટર-7માંથી 2, સેક્ટર-27માંથી 1, ધોળાકુવામાંથી 1, કુડાસણમાંથી 1 કેસ નોંધાયો છે. જ્યારે જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડીમાંથી 1, કલોલ તાલુકાના ગોલથરામાંથી 1 અને માણસાના બાપુપુરામાંથી 1 કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...