તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આદરજમાંથી 5 તેમજ છાલા ગામમાંથી 4 જુગારી ઝડપાયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને જગ્યાએથી રૂ. 5900નો મુદ્દામાલ જપ્ત કરી, વધુ કાર્યવાહી હાથ ધરાઈ

પેથાપુર પોલીસે આદરજમાંથી 5 અને ચિલોડા પોલીસે છાલામાંથી 4 જુગારીને ઝડપી તેમની પાસેથી 5900ની કિંમતની માલમત્તા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે, કલ્યાણજીના પરામા રામદેવપીર મંદિર પાસે જાહેર જગ્યામા કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે રેઇડ કરતા મહોબત હેમતજી ઠાકોર, કાંતિ ગલા ઠાકોર, સવધાન શંભુ ઠાકોર, પ્રભાત ગના ઠાકોર અને પ્રવિણ ઉર્ફે કાળા પ્રતાપ ઠાકોર (તમામ રહે. આદરજ ગામ)ને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે જુગારીઓ પાસેથી 2050નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ ચિલોડા પોલીસે છાલા ગામમા બાતમીના આધારે રેડ કરી હતી. જેમા 4 ખેલી ઝડપાયા હતા, જેમા સુરેશ ગાંડા પરમાર (રહે, સૈજપુર ટાવર પાસે, અમદાવાદ. મૂળ રહે, છાલા), રણછોડ મીઠા પરમાર, પ્રહલાદ વાલજી લેઉવા અને બળદેવ મનુભાઇ મહેરીયા (તમામ રહે. છાલા ગામ)ને પોલીસે ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 3850નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જ્યારે જન્માષ્ટમીના દિવસે મહુન્દ્રા ગામમાં આવેલા હરિસિંહ સોલંકીના ખેતરમાંથી જુગારી પકડાયા હતા, તેમા ચેહરસિંહ લક્ષ્મણસિંહ સોલંકીના બોરકુવા પાસેની ખુલ્લી જગ્યામાંથી જુગારી પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...