તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેક્ટર-24 ખાતે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, રૂ.13,270નો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરમાં સેક્ટર-24 મટન માર્કેટની સામે જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા છે. સેક્ટર-21 પીઆઈ એ. જે. ચૌહાણના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડકોન્સ્ટેબલ પ્રહલાદભાઈ તથા કોન્સ્ટેબલ અલ્પેશસિંહને સંયુક્ત રીતે જુગાર અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સે-24 તવક્કલ મટન શોપની સામે ચાલતા જુગાર પર રેડ કરી હતી. જેમાં સે-24 ઈન્દિરાનગર છાપરામાં રહેતાં જમાલખાન સત્તારખાન પઠાણ (50 વર્ષ), સુનિલભાઈ શ્યામભાઈ દંતાણી (32 વર્ષ), સદીકભાઈ કાલુભાઈ મલેક, રસુલખાન સત્તારખાન પઠાણ તથા છનાભાઈ ડાહ્યાભાઈ રાવળ (જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 11,170 રોકડા તથા 2100ના ત્રણ ફોન મળી કુલ 13270નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો