તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:કોબામાં અમદાવાદની 3 મહિલા સહિત 5 જુગારીઓ ઝડપાયા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લક્ઝુરિયસ કાર સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત
  • 2 ભાઇ ગામમાં જુગાર રમાડી રહ્યા હતા, પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદી મહિલાઓ જુગાર રમવા ગાંધીનગર સુધી લાંબી થઇ રહી છે. ઇન્ફોસિટી પોલીસે કોબા ગામમાથી અમદાવાદની મહિલાઓ સહિત 5 જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે માત્ર દાવમાંથી 35 હજાર રોકડ, એક લગ્ઝુરીયસ કાર સહિત રૂપિયા 9 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ઇન્ફોસિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી, દરમિયાન કોન્સ્ટેલબ સિદ્ધરાજસિંહ ભીખુસિંહને બાતમી મળી હતી કે, કોબામા આવેલી અંતરીક્ષ સાસાયટી સામે આવેલી સસ્તા અનાજની દુકાન પાસે કેટલીક મહિલાઓ અને પુરુષ જુગાર રમી રહ્યા છે. જેને લઇને પોલીસની ટીમના સુનીલભાઇ, સ્મીતાબેન, શેખરભાઇ સહિત બાતમીવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યા જુગારીઓ આરામથી જુગાર રમતા દાવમા ગુલાબી નોટ ઉપર નોટ નાખી રહ્યા હતા.

તે સમયે પોલીસની ટીમે જુગાર રમતા રમેશ ચંદુ સલાટ, અશોક ચંદુ સલાટ (બંને રહે, ખોડીયાર રેલવે સ્ટેશન સામે, ખોરજ), દિપિકા જગદીશ પટેલ (સત્યમ આવાસ, વસ્ત્રાલ અમદાવાદ), હંસા ભરત ઠાકોર (રહે, ઇન્દીરાનગર છાપરા, ઓઢવ) અને રીટા ઝવેરી ઠક્કર (રહે, પારંતી પાર્ક, ઓઢવ)ને ઝડપી લીધા હતા. જ્યારે તમામ જુગારીઓ પાસેથી દાવમાંથી 35 હજાર, ઝડતીમાંથી 57 હજાર, એક કાર નંબર જીજે 18 બીપી 1464 કિંમત 8 લાખ સહિત 9,01,500નો મુદ્દામાલ જપ્તી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, બે ભાઇ ગામમાં જુગાર રમાડી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...