ગાંધીનગર કોરોના LIVE:ગાંધીનગર મનપા વિસ્તારમાં 135 સાથે જિલ્લામાં 182 લોકો કોરોના સંક્રમિત, પોઝિટિવ આંકડો 1100 ની નજીક પહોંચ્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં વધુ સંક્રમણ

ગાંધીનગરમાં આજે મંગળવારે પણ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ 135 પોઝિટિવ કેસની સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1100 ઉપર પહોંચી જવા પામી છે. જેમાં ગાંધીનગરના સરગાસણ, કુડાસણ અને વાવોલમાં કોરોના સંક્રમણ વધુ ફેલાયું હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના પાટનગરમાં મંગળવારે કોરોના વાયરસની મહામારીના 135 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 37 સ્ત્રી, 16 બાળક અને 60થી મોટી ઉંમરના 10 વૃધ્ધ દર્દીનો સમાવેશ થાય છે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારોમાં સરગાસણ, કુડાસણ અને વાવોલમાં કોરોના ખદબદી રહ્યો હોય તેવી હાલત પોઝિટિવ કેસ ઉપરથી દેખાઇ રહી છે. સરગાસણમાં-15, કુડાસણ-13, વાવોલ-9, રાદેસણ-7, સેકટર-21માં 7, પેથાપુર-6, રાયસણ-6, પાલજ-5, ઈન્દ્રૉડા-4, સેકટર - 25 માં 5, સેકટર - 22 માં-4, સે-2 માં 4, સે-૩ માં ચાર , સેકટર - 4 માંથી ચાર , સેકટર - 5 માં ૩, સેકટર - 1 માં ૩, સેકટર - 8 માં ત્રણ , સે-23-03, ખોરજ-2, કોબા-2, ઈન્ફોસીટી-2, સેકટર - 6 માં 2, સેકટર - 26 માં 2, સેકટર - 27 માં 2, સેકટર - 29 માં 2,કોલવડા-2 તેમજ બોરીજ, ઝુંડાલ, સુઘડ, અંબાપુર, સે-12, સે-13, સે-14, સુઘડ-1 સે-28, સે-30 અને સે-19માં એક એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે કોરોનાની બિમારીના 47 પોઝિટિવ નોંધાયા છે. તેમાં સરકારી કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ 13 છે. કુલ કેસમાં 15 સ્ત્રી, 6 બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના 3 વૃધ્ધનો સમાવેશ થાય છે. ગાંધીનગર તાલુકાના અડાલજ અને કલોલ તાલુકાના જાસપુરમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યુ છે.

તાલુકા મુજબ જોવા જઇએ તો ગાંધીનગર તાલુકામાં 21, કલોલમાં 13, માણસા તાલુકામાં 8 અને દહેગામ તાલુકામાં 5 પોઝિટિવ કેસ છે. વધારે સંક્રમણ અડાલજ અને જાસપુરમાં 10-10 કેસ, કોલવડા બીએસએફ અને આલમપુર બીએસએફમાં 3-3 અને વિદ્યાર્થીઓની સંખ્યા 8 ઉપર પહોંચી છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ જેવી છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે 182 પોઝિટિવ કેસ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ચિંતાજનક હોવાનું ખાનગી તબીબો જણાવી રહ્યાં છે. મંગળવારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં 135 અને જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 47 વ્યક્તિ કોરોના પોઝિટિવ છે.

ચાર તાલુકામાં હજુ 293 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું અને 12 દર્દી કોરોનામુક્ત થયા હોવાનું જણાવાયુ છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 182 કોરોનાગ્રસ્ત પૈકી સ્ત્રી દર્દીની સંખ્યા 52, 22 બાળકો અને 60 વર્ષથી મોટી ઉંમરના 13 વૃધ્ધનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીમાં 3 વર્ષથી માંડી 84 વર્ષ સુધીના વ્યક્તિ સંક્રમિત થયા છે.

ચાર તાલુકાના ડભોડા, ઉનાવા, સાંપા, દહેગામ અર્બન, ઉવારસદ, ધાનજ, સઇજ, સોજા અને માણસા અર્બન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ચિંતાજનક હોવાનું પોઝિટિવ દર્દીના આંકડા ઉપરથી જોવા મળે છે. ક્વોરેન્ટાઇન ફેસીલીટીની વિગતમાં હોમ ક્વોરેન્ટાઇમાં 5276 વ્યક્તિ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જણાવાયુ છે.

જિલ્લા કલેક્ટરે કલોલના કોવિડ કેસ સેન્ટરની મુલાકાત
જિલ્લામાં કલોલ તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આથી જિલ્લા કલેક્ટરે મંગળવારે કલોલ તાલુકાની મુલાકાત લીધી હતી. કન્ટેઇનમેન્ટ ઝોન, કોવિડના કેસો, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ, હોમ આઇસોલેશન, ધનવન્તરી રથ સહિતની ચર્ચા કરી હતી. વધુમાં નગરપાલિકા વિસ્તારમાંથી કેસ વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં લોકો માસ્ક પહેરે અને કોવિડના નિયમોનું પાલન કરે તે માટે નગરપાલિકાના વડાઓને સુચના આપી હતી. ઉપરાંત રસીકરણની કામગીરી કેટલી થવા પામી હતી. તેની પણ જાણકારી મેળવી હતી. તબિબના પ્રિક્સેપ્સન વિના મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી અને ખાંસીની દવા લેતા વ્યક્તિઓની નોંધણી કરવામાં આવે છે કે નહી સહિતના મુદ્દે કલેક્ટરે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...