તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

90 લાખ ખંખેર્યા:હેત્વી પટેલ સહિતની ઠગ ટોળકીને 5 દિવસના રિમાન્ડ

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
  • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ટોળકીએ યુવાનો પાસેથી 90 લાખ ખંખેર્યા હતા

260 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.90 લાખ પડાવતી ગેંગનો ઇન્ફોસિટી પોલીસે મંગળવારે પર્દાફાસ કર્યો હતો. 5 આરોપીઓને પોલીસે ઝડપી બુધવારે ગાંધીનગર કોર્ટમાં રીમાંડ માટે રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટમાં 14 દિવસના રીમાંડ માગ્યા હતા, જ્યારે કોર્ટે 5 દિવસના રીમાંડ મંજૂર કર્યા હતા. કુડાસણ વિસ્તારમાંથી ઇન્ફોસિટી પોલીસે ગાંણ સેવા મંડળના નામે ચૂનો લગાવતા બનાવટી આઇએએસ અધિકારી હેત્વી સંજય પટેલ (રહે, તા.વાસદા, જિ. નવસારી), નિરજ. રમેશભાઇ. ગરાસિયા (રહે. તા. મહુવા, જિ. સુરત, કૃણાલ શૈલેન્દ્ર મહેતા (જમનાબાગ, અબરામા હોલ તા.જિ. વલસાડ), બંસી ચિમન પટેલ (રહે. તા.જિ. વલસાડ) અને પ્રણવ નટવર પટેલ (રહે, સેક્ટર 3ડી)ને પકડી લીધા હતા. તમામ આરોપીઓના રીમાંડ માટે આજે બુધવારે પોલીસ દ્વારા ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે પોલીસ દ્વારા 14 દિવસના રીમાંડ માગ્યા હતા.

જેમા કોર્ટ દ્વારા 5 દિવસના રીમાંડ આપવામા આવ્યા હતા. ઇન્ફોસિટી પોલીસે પોલીસે રીમાંડ પહેલા માહિતી મેળવી હતી કે, ગત જાન્યુઆરી મહિનામાં ભાટ પાસે આવેલી એક હોટલમાં 130 નોકરીવાચ્છુઓને તાલીમ આપી હતી. ત્યારબાદ કોરોના પત્યા પછી તેમને ઓર્ડર આપવાનુ નક્કી કરી વતન મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...