તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોબા સર્વિસ રોડ ઉપર નર્સરી પાછળ જુગાર રમતાં 5 પકડાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોબા સર્વિસ રોડ ઉપર આવેલી નર્સરીના પાછળના ભાગે જુગાર રમતા 5 જુગારીને પોલીસે ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી રોકડ સહિત 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ભાઇજીપુરા પાટીયાથી કોબા સર્કલ તરફ સર્વિસ રોડ ઉપર આવેલી નર્સરીની પાછળના ભાગે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ઇન્ફોસિટી પોલીસને મળી હતી. જેને લઇને પોલીસે ટીમ સાથે રેઇડ કરતા 5 લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેમા રાકેશ કાળુ સિંધી, દિનેશ કાળુ સિંધી (બંને રહે, અલ્કાપુરી, માણસા), રાજેશ શંકર પટેલ (રહે, સર્વોપરી એલીગન્સ, રાણીપ), લાલાભાઇ પુંજીરામ પટેલ (રહે, સજ્જનપુરા, માણસા) અને સુરેશ પોપટ પટેલ (રહે, સોપાન પ્રતિષ્ઠા કુડાસણ)ને પોલીસે પકડી પાડ્યા હતા.

આ ઘટનામાં પોલીસે તમામ ખેલીઓ પાસેથી 7 મોબાઇલ, એક કાર, એકટીવા સહિત 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી આ વિસ્તારમાં થોડો સમય નાસભાગ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...