સતત બીજા દિવસે જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા જિલ્લાવાસીઓને એલર્ટ રહેવાની સુચના આપી રહ્યા છે. મનપા વિસ્તારમાંથી ચાર અને ગ્રામ્ય વિસ્તારમાંથી એક સહિત નવા કુલ-5 કેસ નોંધાયા છે. પાંચેય વ્યક્તિઓ બહાર ફરવા ગઇ નહી હોવાથી સંક્રમિત થઇ હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
જિલ્લામાં મંદ રહેલો કોરોનાએ ગતિ પકડી હોય તેમ સતત બીજા દિવસે પણ નોંધાયેલા કોરોનાના પાંચ કેસ પરથી લાગી રહ્યું છે. જોકે ઉનાળા વેકેશનને પગલે હરવા ફરવા ગયેલા લોકોએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન નહી કરવાથી સુષુપ્ત થયેલો કોરોના સળવળ્યો હોય તેમ સતત બે દિવસથી નોંધાઇ રહેલા કોરોનાના કેસ પરથી લાગી રહ્યું છે.
મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ નવા નોંધાયેલા ચાર કેસની હિસ્ટ્રી આઉટ સ્ટેટ ટ્રાવેલ્સની નથી. તેમ છતાં સરગાસણમાં નોંધાયેલા ત્રણ કેસમાં 45 વર્ષીય અને 62 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે. જ્યારે સુઘડની 17 વર્ષીય વિદ્યાર્થીની કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત સેક્ટર-1નો 44 વર્ષીય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સીટીમાં બેન્ક મેનેજર તરીકે નોકરી કરતો યુવાન કોરોનામાં સપડાયો છે. તેને સારવાર અપાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.