આરોગ્યતંત્રની ચિંતામાં વધારો:મનપામાં 4 અને ગ્રામ્યમાં 1 સહિત કોરોનાના 5 કેસ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિમાચલ પ્રદેશ ટ્રેકિંગ કરવા ગયેલી કોબાની યુવતી કોરોનાની ઝપટમાં આવી

સુષુપ્ત થઇ ગયેલો કોરોના જિલ્લામાં પુન: સળવળાટ શરૂ કર્યો હોય તેમ એક જ દિવસમાં અલગ અલગ જગ્યાથી પાંચ કેસ નોંધાતા આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે. મનપા વિસ્તારમાંથી નોંધાયેલા ચાર કેસ અંગે મનપાનું આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોબામાં રહેતી 26 વર્ષીય યુવતી ટ્રેકિંગ માટે હિમાચલ પ્રદેશ ગઇ હતી. ઘરે આવ્યા બાદ તેણીની તબિયત લથડતા કોરોનાનો ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે.

જ્યારે રાંદેસણમાં રહેતી 31 વર્ષીય મહિલા સામાજિક કામ અર્થે અમદાવાદ ગઇ હતી. તો રાંદેસણના 47 વર્ષીય પતિ અને 43 વર્ષીય પત્ની બન્ને કોરોનામાં સપડાયા છે. જ્યારે રાંદેસણની 43 વર્ષીય મહિલા સામાજિક કામ અર્થે અમદાવાદ ગઇ હતી. મહિલાની તબિયત લથડતા કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો.

મનપાના ચારે દર્દીઓ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે.જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડામાં રહેતો અને કાફેમાં કુકની નોકરી કરતો 22 વર્ષીય યુવાનને ક્યાં ગયો નથી. તેમ છતાં તેને તાવ અને શરદીની બિમારીને લીધે કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હોમ આઇસોલેશન સારવાર આપવામાં આવી રહી છે. યુવાનના સંપર્કવાળા ચાર વ્યક્તિઓનો ટેસ્ટ કરાવતા નેગેટીવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...