પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાના ખેડૂતો પ્રેક્ટિકલ જાણકારી મેળવે અને પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાય તે માટે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત જિલ્લાના 48 ખેડૂતોને રાજસ્થાન અને હરિયાણા મોકલવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લેશે.
રાસાયણિક ખાતર અને બેફામ જંતુનાશક દવાનો ઉપયોગથી ખેતરનો પાક તૈયાર કરવામાં આવે છે. ત્યારે આવી રીતે તૈયાર થયેલા ખેત પાકને આરોગવાથી અનેક બીમારીઓનો ભોગ થવાની શક્યતા રહેલી છે. જોકે વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીઓ લોકોમાં જોવા મળી રહી છે.
ત્યારે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વિના જ પ્રાકૃતિક ખેતી કરે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાનના ભાગરૂપે જિલ્લાના જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ તેમજ જાણકારી આપવામાં આવી રહી છે. ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલનું પ્રવચનો યોજવામાં આવી રહ્યા છે.
જોકે પ્રાકૃતિક ખેતીના અભિયાનને જિલ્લામાં સારો પ્રતિસાદ મળતા અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને ખેત ઉપજ મેળવી રહ્યા છે. ત્યારે જિલ્લાના આવા પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વધુ જાણકારી મળે તેમજ તેઓના મનમાં ઉદ્દભવતા પ્રશ્નો તેમજ સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જેના ભાગરૂપે જિલ્લાના 48 પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તેમજ થીયરીકલ જાણકારી મળી રહે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના મોડેલ પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત તેમજ તાલીમ માટે મોકલવામાં આવ્યા છે. ખેડૂતો રાજસ્થાન અને હરીયાણાના કુરૂક્ષેત્ર ખાતે મોકલવામાં આવ્યા હોવાનું ગાંધીનગર જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.