ઇડબલ્યુએસ-2ના 2100 આવાસ:ગુડાના EWS-2ના 2100 આવાસ માટે 4632 અરજી મળી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવાસ માટેના લાભાર્થીઓની અરજીના આધારે ગુડાને કુલ રૂપિયા 3.47 કરોડની આવક થતા વિકાસ કામો થશે

ગુડાએ સરગાસણ, વાવોલ અને પેથાપુર ખાતે ઇડબલ્યુએસ-2ના 2100 આવાસ માટે કુલ 4632 લાભાર્થીએ અરજી કરી છે. આવાસ યોજનાના ફોર્મની સાથે એક અરજદાર પાસે ડિપોઝીટ પેટે 7500 લેવાયા હતા. આથી ગુડાને કુલ 3.47 કરોડની આવક થઇ છે.

આ યોજના અંતર્ગત કુલ-2100 આવાસો તૈયાર કરવામાં આવનાર હોવાથી તેના માટે લોકો પાસેથી ઓનલાઇન અને ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જોકે ગુડા દ્વારા અત્યાર સુધી ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને રાયસણ, ચિલોડા, અડાલજ, કુડાસણ, સરગાસણ સહિતના વિસ્તારોમાં આવાસની વિવિધ યોજના થકી હજારો લાભાર્થીઓના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.

જોકે ગુડાએ એક બીએચકે અને ટુ બીએચકે સહિતના આવાસો તૈયાર કર્યા છે. તેમાં ગુડા દ્વારા ઇબલ્યુએસ-2ની યોજના અંતર્ગત કુલ 2100 આવાસો તૈયાર કરાશે. તેના માટે માર્ચ-2021 માસમાં ફોર્મ સ્વિકારાયા હતા. ગુડાની ઇડબલ્યુએસ-2ની આવાસ યોજના માટે આવેલા કુલ 4632 ફોર્મની ચકાસણી હાલમાં ગુડા દ્વારા કરવામાં આવી રહી છે. ચકાસણીમાં નિયત કરેલા નિયમ મુજબની માહિતી ભરી નહી હોય તેવા ફોર્મ રદ કરાશે.

કેટેગરીવાઇઝ આવાસ અને આવેલાં ફોર્મ
ગુડાની ઇબલ્યુએસ-2 આવાસ યોજના માટે જનરલ કેટેગરી માટે 1134 આવાસ સામે 1199, ઓબીસીના 210ની સામે 1579, એસસીના 147ની સામે 1611, એસટીના 294ની સામે 156, ડિફેન્સના 210ની સામે 13 અને દિવ્યાંગોના 105ની સામે 74 ફોર્મ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...