તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલાદ કેનાલ પાસેથી ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી 46 બોટલ વિદેશી દારૂ ઝબ્બે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રૂ.18,420નો વિદેશી દારૂ જપ્ત કર્યો
  • પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 320420નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

વલાદ નર્મદા કેનાલ પાસેથી ડભોડા પોલીસે વિદેશી દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલક દ્વારા ઊભી નહીં રખાતા તેનો પીછો કરી કારને રોકી તપાસ કરતા વિદેશી દારૂની 46 બોટલ મળી આવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસની ટીમ પ્રોહિબિશન અને જુગારની ડ્રાઇવ ચલાવી રહી છે. ત્યારે વલાદ નર્મદા કેનાલ પાસે ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન કરાઇ બ્રિજ પાસે એક સફદ કલરની કાર જોવા મળતા તેને રોકવાનો ઇશારો કરતા ભાગ્યો હતો, જેની પાછળ પોલીસ પણ ભાગી હતી. કેનાલ પાસે પહોંચતા રોકી હતી અને કારમાં સવાર 30 વર્ષીય પ્રકાશ ક્રિષ્ણા પ્રજાપતિ (રહે, નવા પાલજ, મૂળ રહે, સિરોહી રાજસ્થાન) અને 50 વર્ષીય ભીખા મગન પ્રજાપતિ (રહે, સિદ્ધાર્થ હાઇટ્સ વાવોલ, મૂળ રહે, સાંગણપુર)ને પકડ્યા હતા.

જ્યારે કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 46 બોટલ કિંમત 18420 ઝડપી લેવાયો હતો. કાર ઉપર GOVT.OF.GUJARAT લખેલુ હતુ. પરિણામે થોડો સમય પોલીસ પણ ચોકી ગઇ હતી, પરંતુ કારમા સવાર બંને લોકોની પુછપરછ કરતા હેબતાઇ ગયા હતા. જ્યારે કારમાંથી વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ 320420નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...