તસ્કરી:તપોવન અર્બન ચોક પાસે પાર્ક કારમાંથી 45 હજારની ચોરી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અજાણ્યા ચોરે કારમાં પાછળના દરવાજાનો કાચ તોડી ચોરી કરી

તપોવન સર્કલ પાસે આવેલા અર્બન ચોક નજીક સાળો બનેવી કાર પાર્ક કરીને પોતાના કેફેમા ચાલતી કામગીરી જોવા માટે ગયા હતા. જ્યારે કારમા એક બેગમા 45 હજાર રુપિયા મુકવામા આવ્યા હતા. તે બેગ કારમાં જ મુકીને ગયા હતા. જ્યારે પરત આવ્યા હતા, તે સમયે કારમાં ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ તુટેલી હાલતમા જોવા મળ્યો હતો. જ્યારે પાછળની સીટમા મુકવામા આવેલી બેગ જોવા નહિ મળતા અડાલજ પોલીસ મથકમા 45 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અડાલજ પોલીસ મથક વિસ્તારમા કારના કાચ તોડીને ચોરી થવાના બનાવો વધારે સામે આવી રહ્યા છે. અગાઉ ભાટ સર્કલ પાસેથી ચોરીના બનાવ બન્યા હતા. જોકે, ચોરી કરનાર આરોપીઓ પકડાઇ ગયા હતા. હવે તપોવન સર્કલ પાસે કારનો કાચ તોડી ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચિરાગ લક્ષ્મીચંદ બાજારાની (રહે, મહારથી સોસાયટી, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ચાંદખેડા ફોર ડી મોલમા ધ શેકમેકર નામનુ કેફે ચલાવે છે. જ્યારે તપોવન સર્કલ પાસે આવેલા અર્બન ચોક ખાતે ફાસ્ટફૂડનો સ્ટોલ રાખ્યો છે.

પોતાની કાર નંબર જીજે 01 ડબલ્યુએ 7600 લઇને સ્ટોલમા વાઇફાઇનુ કામ ચાલી રહ્યુ છે, તેને જોવા ગયા હતા. તે સમયે કારને અર્બન ચોક પાસે પાર્ક કરી હતી. જેમા એક બેગ મુકી હતી, તેમા 45 હજાર રૂપિયા રોકડા મુકેલા હતા. જે રૂપિયા અન્ય ભાઇને આપવાના હતા. પરંતુ હાજર જોવા નહિ મળતા કારમા જ બેગ મુકી હતી. જે સાંજે આઠ વાગ્યા સુધી રોકાયા હતા. ત્યારબાદ કેફે ઉપર જવા માટે કાર નજીક આવતા કારનો કાચ ખુલ્લો જોવા મળ્યો હતો અને નજર કરતા બેગ જોવા મળી ન હતી. જેને લઇને અડાલજ પોલીસ મથકમા અજાણ્યા ચોર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...