તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી આવાસનો મોહ:449 નિવૃત્ત કર્મી આવાસ ખાલી કરતા નથી, સરકારી આવાસ માટે 4293 અરજી પડતર

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાબુઓને નિવૃત્તિ પછી પણ ‘સરકારી ઘર’નો મોહ છૂટતો નથી
 • આવાસ ખાલી કરાવવા નોટિસો બજાવવી પડે છે, ઇવિક્શન કોર્ટ કેસ કરવા પડે છે: વિધાનસભામાં વાવ અને દાંતાના ધારાસભ્યે પૂછેલા પ્ર્શ્ન

ગાંધીનગરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિ પછી સરકારી આવાસનો મોહ છૂટતો નથી. અત્યાર સુધીમાં વિવિધ કક્ષાના 449 આવાસ નિવૃત્ત કર્મચારીએ ખાલી કર્યાં નથી. તેની સામે આવાસ મેળવવા 4293 કર્મચારીની અરજી પડતર છે.વિધાનસભામાં વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે નિવૃત્ત સરકારી કર્મચારીઓના આવાસો પરત સોંપવા અંગે લેખિત પ્રશ્ન પૂછ્યો હતો.

કર્મચારીઓએ પરત ન સોંપેલા આવાસો

કક્ષાઆવાસ
1
3
ગ-14
17
ઘ-110
71
ચ-121
230
65
જ-224
જ-12

એ જ રીતે પડતર અરજી વિશે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ લેખિત પ્રશ્ન પૂછ્યો હતો. આ બંને પ્રશ્નની નાયબ મુખ્યમંત્રીએ લેખિત માહિતી આપી હતી. તે પ્રમાણે 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ વિવિધ 11 કક્ષાના કુલ 449 આવાસનો કબજો પરત સોંપાયો નથી. કબજો પાછો લેવા માટે નોટિસ બજાવાઈ છે અને ઇવિક્શન કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે આવસો માટેની કુલ 429 પડતર અરજીઓ આવી છે.

આવાસો માટેની પડતર અરજીઓ

કક્ષાઅરજી
16
ખ/ઈ-211
ગ/ઈ-10
ગ-1/ઈ/કક્ષા.529
ઘ/ડી-1/કક્ષા.496
ઘ-1/ડી129
ચ/કક્ષા.31126
ચ-1/સી419
છ/બી.1773
જ/બી/કક્ષા.21379
જ-2308
જ-1/એ/કક્ષા.17
કુલ429
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો