સન્માન કાર્યક્રમ:રાજ્યના 44 શિક્ષકને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને વૈચારિક અને શૈક્ષણિક રીતે પ્રભુત બનાવવા શિક્ષકોને અપીલ

વિદ્યાર્થીઓની શારીરિક રીતે બળવાન વૈચારિક રીતે પ્રબુદ્ધ અને શૈક્ષણિક રીતે યોગ્ય બનાવવાની દિશામાં જિમ્મેદારી પૂર્વક કામ કરવા શિક્ષકોને રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ દરમિયાન અપીલ કરી હતી. રાજ્ય પરના 44 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠતાનો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

રાજ્ય અને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે. ત્યારે વિદ્યાર્થીઓને શારિરીક રીતે બળવાન વૈચારિક રીતે પ્રબુદ્ધ અને શૈક્ષણિક રીતે યોગ્ય બનાવવાની દિશામાં જવાબદારી પૂર્વક કામ કરવા રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવત્તે શિક્ષકોને અપીલ કરી હતી. માનવનિર્માણનું કામ સૌથી મુશ્કેલ છે.

ઉપરાંત બીજાના હૃદયનું સ્પંદન પોતાના હ્રદયમાં કરીને બીજાના સુખી સુખી અને બીજાના દુખે દુઃખી થવાની શૈલી જે અપનાવે છે તે જ વ્યક્તિ ખરા અર્થમાં માનવતાની નિશાળ પ્રસ્થાપિત કરી શકે છે. સમાજ અને પરિવારની તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન એકમાત્ર શિક્ષણથી જ મળે છે. વધુમાં પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા સાથે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા, જમીનની ગુણવત્તા સુધારવા, પાક ઉત્પાદન વધારવા આદરેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનનો સંદર્ભ આપી લોકોને તેના લાભાલાભના સ્વઅનુભવો વર્ણવીને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવાની પ્રેરણા શિક્ષણથી જ મળી છે.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં માતા, પિતા ઉપરાંત ગુરૂજનનું સ્થાન શ્રેષ્ઠ હોય છે અને આ ત્રણ વ્યક્તિઓ જ જીવનમાં શ્રેષ્ઠ પથદર્શક બને છે. રાજ્યપાલે આ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તમામ લોકોને ઉદ્દેશીને જણાવ્યું હતુ કે, માનવ નિર્માણનું કાર્ય સૌથી મુશ્કેલ કાર્ય છે. બીજાના હ્રદયનું સ્પંદન પોતાના હ્રદયમાં કરીને બીજાના સુખમાં સુખી અને બીજાના દુ:ખમાં દુ:ખી થવાની શૈલી જે વ્યક્તિ અપનાવે છે તે જ ખરા અર્થમાં માનવી અને માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરી શકે છે.

આ પ્રસંગે તેમણે દરેક માતા–પિતા અને શિક્ષકોને બાળકો તેમજ વિદ્યાર્થીઓને મહાપુરૂષોના જીવનસંઘર્ષની ગાથા અને આત્મકથા આત્મસાત કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પારિતોષિક પ્રાપ્ત શિક્ષકો અન્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના મગોડીની પી.આર ઠક્કર વિદ્યાવિહારના આચાર્ય મનુભાઈ આર પ્રજાપતિ અને ડભોડાની એમ એચ વિદ્યામંદિરના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર વિનોદભાઈ બી પાંડેને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...