કોરોનાના કેસમાં ઉછાળો:જિલ્લામાં માત્ર 24 કલાકમાં કોરોનાના કેસમાં 44નો ઉછાળો : નવા 83 કેસ નોંધાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપા વિસ્તારમાંથી 25 અને 4 તાલુકામાં 58 કેસ નોંધાયા, 55 દર્દી સાજા થયા

છેલ્લા ચાર દિવસ પછી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આથી માત્ર ચોવીસ કલાકમાં જ કોરોના કેસમાં 44ના વધારા સાથે રવિવારે નવા 83 લોકો સંક્રમિત થયા છે. જેમાં મનપા વિસ્તારમાંથી માત્ર 25 કેસ નોંધાયા છે. જ્યારે ચાર તાલુકામાંથી નવા 58 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 55 દર્દીઓ સાજા થયા છે.

મનપાના આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ સેક્ટર-1નો 40 વર્ષીય યુવાન, સેક્ટર-4ના 70 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-5નો 24 વર્ષીય યુવાન, સેક્ટર-7નો 39 વર્ષીય યુવાન, સેક્ટર-8ના 68 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26નો 21 વર્ષીય યુવાન, સેક્ટર-29માંથી 53 વર્ષીય મહિલા, 37 વર્ષીય, 30 વર્ષીય યુવાનો, સેક્ટર-30ના 67 વર્ષીય વૃદ્ધ, આઇઆઇટીના 67 વર્ષીય વૃદ્ધ, 66 વર્ષીય મહિલા, ખોરજનો 30 વર્ષીય યુવાન, કોબામાંથી 30 વર્ષીય, 20 વર્ષીય યુવાનો, કુડાસણની 81 વર્ષીય મહિલા, રાંધેજાની 40 વર્ષીય મહિલા, સરગાસણમાંથી 53 વર્ષીય આધેડ, 29 વર્ષીય યુવાન, 62 વર્ષીય વૃદ્ધ, વાવોલમાંથી 30 વર્ષીય યુવાન, 50 વર્ષીય મહિલા, 56 વર્ષીય આધેડ, 63 વર્ષીય વૃદ્ધ, ઝુંડાલમાંથી 45 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે.

જિલ્લાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના સોલંકીપુરાનો 24 વર્ષીય વિદ્યાર્થી, કડાદરાની 20 વર્ષીય યુવતી, 13 વર્ષીય કિશોર, જીવરાજના મુવાડાનો 42 વર્ષીય યુવાન, મોટા જલુન્દ્રાનો 40 વર્ષીય યુવાન, ઝાંકનો 27 વર્ષીય યુવાન, પીપલજમાંથી 30 વર્ષીય યુવાન, 30 વર્ષીય, 34 વર્ષીય બે મહિલાઓ, કડજોદરામાંથી 36 વર્ષીય, 35 વર્ષીય યુવાનો, 28 વર્ષીય મહિલા, 50 વર્ષીય આધેડ, જીંડવાનો 23 વર્ષીય યુવાન, રખિયાલનો 47 વર્ષીય, 45 વર્ષીય યુવાનો, ખાખરાના 56 વર્ષીય આધેડ, ઓગાજીના મુવાડાના 50 વર્ષીય આધેડ, સામેત્રીની 22 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત થઇ છે.

ગાંધીનગર તાલુકાના જલુંદમાંથી 50 વર્ષીય આધેડ, 45 વર્ષીય મહિલા, છાલાની 45 વર્ષીય મહિલા, 38 વર્ષીય યુવાન, બીએસએફના 52 વર્ષીય, 22 વર્ષીય, 22 વર્ષીય જવાનો, 53 વર્ષીય મહિલા, દોલારાણા વાસણાનો 45 વર્ષીય યુવાન, સાદરામાંથી 20 વર્ષીય વિદ્યાર્થી, 43 વર્ષીય મહિલા, વાસણા રાઠોડનો 48 વર્ષીય યુવાન, ચિલોડાની 19 વર્ષીય વિદ્યાર્થીની, પ્રાંતિયાનો 40 વર્ષીય યુવાન, રૂપાલનો 17 વર્ષીય સગીર, સોનીપુરની 40 વર્ષીય મહિલા, અડાલજની 26 વર્ષીય યુવતી, ગલુદણની 18 વર્ષીય યુવતી કોરોનાથી સંક્રમિત થઇ છે. કલોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાંથી 12 વર્ષીય વિદ્યાર્થી, 70 વર્ષીય મહિલા, 24 વર્ષીય યુવતી, ડિંગુચામાંથી 18 વર્ષીય વિદ્યાર્થી, 53 વર્ષીય આધેડ, 21 વર્ષીય યુવતી, 16 વર્ષીય સગીરા, 30 વર્ષીય મહિલા, નારદીપુરમાંથી 33 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવાન, ગોલથરાનો 42 વર્ષીય યુવાન, પાનસરની 45 વર્ષીય મહિલા સહિત સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...