કોરોના અપડેટ:જિલ્લામાં વધુ 44 કેસ; આજથી 75 દિવસ સુધી પાટનગરનાં 15 સહિત 127 કેન્દ્ર પરથી નિઃશુલ્ક પ્રિકોશન ડોઝ અપાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીનગર જિલ્લાના 18થી 59 વર્ષના 8.91 લાખ લોકોએ પેઇડ પ્રિકોશન ડોઝ લીધો જ નથી

જિલ્લાના 18થી 59 વર્ષના લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો નથી ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 15 જુલાઈથી 75 દિવસ સુધી પ્રિકોશન ડોઝ નિ:શુલ્ક અપાશે. આ માટે મહાનગરપાલિકા વિસ્તાર અને ચારેય તાલુકામાં કુલ 127 કેન્દ્ર ઊભાં કરાશે. કોરોનાની મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં રસી મફત આપવામાં આવી હતી. જેમાં 12 વર્ષથી મોટી ઉંમરની તમામ વ્યક્તિઓને રસીના બે ડોઝ મફત આપવામાં આવ્યા છે. જ્યારે રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ 18થી 59 વર્ષના લાભાર્થીઓ માટે આરોગ્ય વિભાગે રૂ. 384નો ચાર્જ નક્કી કર્યો હતો.

પરંતુ સિનિયર સિટીઝન, કોરોના વોરિયર્સ અને આરોગ્ય કર્મચારીઓને પ્રિકોશન ડોઝ મફત આપવામાં આવતો હતો. પરંતુ કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી અને હાલમાં ચાલી રહેલી ચોથી લહેરમાં કોરોનાનું જોર નરમ પડતા લોકો પ્રિકોશન ડોઝ લેવામાં નિરશતા દાખવી છે. જેને પરિણામે જિલ્લાના 18થી 59 વર્ષના 8.91 લાખ લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો નથી.

જિલ્લામાં 127 સેન્ટર ઊભાં કરાયાં
જિલ્લાના 8.91 લાખ લાભાર્થીએ પ્રિકોશન ડોઝ લીધો નથી. ત્યારે લોકો પ્રિકોશન ડોઝ લે તે માટે જિલ્લાના મહાનગર પાલિકા વિસ્તારમાં 15 સેન્ટરો ઊભાં કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાં 112 રસીકરણના સેન્ટરો ઉભા કર્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં તારીખ 15મી, જુલાઇથી પ્રિકોશન ડોઝ સતત 75 દિવસ સુધી મફત આપવાની કામગીરી શરૂ કરવાની છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગાંધીનગર મહાનગર પાલિકાના સેક્ટર-24ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેશે.

18થી 59 વયના બાકી લાભાર્થીઓ
જિલ્લાના 18થી 59 વયના 891803 લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો નથી. તેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 2,27,000 અને જિલ્લાના ચારેય તાલુકાના કુલ 6,64,803 લાભાર્થીઓનો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે.

જિલ્લાના 8939 લોકોએ ચાર્જ ચૂકવ્યો
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશન ડોઝ માટે રૂપિયા 384નો ચાર્જ નક્કી કર્યો હતો. આથી જિલ્લાના 8939 લાભાર્થીઓએ પ્રિકોશન ડોઝ લીધો છે. તેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 5339 લાભાર્થીઓ અને ચાર તાલુકામાંથી 3600 લાભાર્થીઓએ નિયત કરેલો ચાર્જ ચુકવીને પ્રિકોશન ડોઝ લીધો છે.

બુસ્ટર ડોઝનો 20000 રસીનો જથ્થો
જિલ્લાના આરોગ્ય તંત્રે જણાવ્યું છે લાભાર્થીઓએ રસીના બે ડોઝ જે વેક્સિનનો લીધો છે તેઓને પ્રિકોશન ડોઝ પણ તેનો જ આપવામાં આવશે. આથી જિલ્લાના આરોગ્ય તંત્ર પાસે કોવિશિલ્ડ, કોવેક્શિન અને કોરલેવેક્સ રસીનો અંદાજે 20000 ડોઝનો જથ્થો હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે. મહત્ત્વનું છે કે શરૂઆતમાં રસી લેવા માટે લોકોને લાઇનો લગાડવી પડતી હતી પરંતુ સમય જતાં રસી કેન્દ્રો વધારવા સાથે ડ્રાઇવ-થ્રુ રસીકરણ કેમ્પ શરૂ કરતાં ગાંધીનગર શહેર તથા જિલ્લાના મોટા ભાગના લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા.

IITના 3 સહિત 12 વિદ્યાર્થી સંક્રમિત જિલ્લામાં વધુ 35 દર્દી કોરોનામુક્ત
જિલ્લામાં ગુરુવારે કોરોનાના 44 કેસ નોંધાયા હતા. તેમાં પાટનગરના 30 અને ત્રણેય તાલુકાના 14 કેસનો સમાવેશ થાય છે. જોકે મહાનગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 18 અને સેક્ટરોમાંથી 12 કેસ નોંધાયા છે. બીજી તરફ 35 દર્દી સાજા થયા હતા.કોરોનાની ચોથી લહેરમાં કેસનો ઉછાળો આવી રહ્યો છે. ત્યારે ગુરૂવારે જિલ્લાની વધુ 44 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. જોકે 3 દિવસ સુધી ઓછા કેસ નોંધાયા બાદ કોરોનાના કેસ 40થી વધુ બે દિવસથી નોંધાઇ રહ્યા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આઇઆઇટીમાંથી સતત બીજા દિવસે 3 વિદ્યાર્થી અને 3 કર્મચારીઓ સંક્રમિત થયા છે. તેમાં 18 વર્ષીય, 19 વર્ષના 2 વિદ્યાર્થી તેમજ 18 વર્ષીય વિદ્યાર્થિની, 40 વર્ષીય, 37 વર્ષીય અને 46 વર્ષીય કર્મચારીઓ, કુડાસણનો 13 વર્ષીય વિદ્યાર્થી, સરગાસણમાંથી 30 વર્ષીય મહિલા, 63 વર્ષીય મહિલા, 37 વર્ષીય યુવાન, રાયસણનો 32 વર્ષીય યુવાન, રાંદેસણનો 27 વર્ષીય યુવાન, વાવોલનો 20 વર્ષીય યુવાન, પેથાપુરમાંથી 60 વર્ષીય વૃદ્ધ, 21 વર્ષીય યુવાન, 50 વર્ષીય, 30 વર્ષીય, 30 વર્ષીય મહિલાઓ, સેક્ટર-1નો 17 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-2માંથી 73 વર્ષીય વૃદ્ધ અને 71 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-22માંથી 18 વર્ષીય વિદ્યાર્થીની, 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-7ની 22 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-19નો 42 વર્ષીય યુવાન, અનુસંધાન પાના નં. 3

અન્ય સમાચારો પણ છે...