ફાળવેલી જગ્યાઓમાં ઘટાડો:5 વર્ષમાં આરટીઇની જગ્યાઓમાં 42.29%નો ઘટાડો

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓમાં રસ ઘટ્યો: ચાલુ વર્ષે 1751 જગ્યા ફાળવાઈ
  • આરટીઇ મુજબ ફાળવેલી જગ્યાઓમાં 37.92 ટકાનો ઘટાડો નોંધાયો જિલ્લામાં ખાનગી શાળાઓમાં પણ ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું

ખાનગી શાળાઓમાં ગરીબ અને વંચિત પરિવારના બાળકો પણ ભણી શકે તે માટે આરટીઇ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. જોકે છેલ્લા પાંચેક વર્ષમાં જિલ્લામાં આરટીઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે ફાળવેલી જગ્યાઓમાં 42.29 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ-2017-18માં 2821ની સામે ચાલુ વર્ષે 1751 જગ્યાઓ ફાળવી છે. રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી ગત વર્ષ-2009થી કરવામાં આવી છે.

જે અંતર્ગત દર વર્ષે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં આરટીઇ મુજબ ગરીબ અને વંચિત પરિવારના બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેના માટે ખાનગી શાળાઓમાં વર્ગખંડની કુલ સંખ્યાના 25 ટકા વિદ્યાર્થીઓની ભરતી આરટીઇ મુજબ કરાય છે.

પરંતુ ગાંધીનગરની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પોતાના સંતાનોને ભણાવવામાં વાલીઓને રસ નથી. તેમ સરકાર દ્વારા આરટીઇ મુજબ ફાળવેલી જગ્યાઓમાં તેમજ ખાનગી શાળાઓમાં પણ ઘટાડો નોંધાયો છે. 2017-18માં ધોરણ-1 માટે 2821 જગ્યાઓની સામે 2022-23 માટે 1751 જગ્યાઓ ફાળવી છે.

પાંચ વર્ષ વાઇઝ ફાળવેલી જગ્યાઓ, પ્રવેશ

  • 2017-18માં કુલ-2821માંથી 1464 વિદ્યાર્થીઓએ 279 ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ લીધો છે.
  • 2018-19માં કુલ-2796માંથી 2170 વિદ્યાર્થીઓએ 276 ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ લીધો છે.
  • 2019-20માં કુલ-3034માંથી 2343 વિદ્યાર્થીઓએ 283 ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ લીધો છે.
  • 2020-21માં કુલ-2723માંથી 2086 વિદ્યાર્થીઓએ 284 ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ લીધો છે.
  • 2021-22માં કુલ-1729માંથી 1279 વિદ્યાર્થીઓએ 238 ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-1માં પ્રવેશ લીધો છે.
  • 2022-23માં કુલ-1751માંથી પ્રથમ રાઉન્ડમાં 1285 વિદ્યાર્થીઓએ 238 ખાનગી પ્રા. શાળાના ધો.1માં પ્રવેશ લીધો છે.

5 વર્ષ અગાઉ 3034ની સામે ચાલુ વર્ષે 1751 જગ્યાઓ ફાળવી:
પસંદગીની શાળામાં પ્રવેશ બાદ શાળા બદલી શકાય નહી તેવો નિયમ પણ છે

આરટીઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે વાલીએ પસંદ કરેલી પાંચ શાળાઓમાં વિદ્યાર્થીનો પ્રવેશ ફાળવ્યો હોય તો તેવા કિસ્સામાં શાળા બદલી શકાતી નથી. પરંતુ જો વાલીએ પસંદ કરેલી પાંચ શાળા સિવાયની શાળામાં પ્રવેશ આપ્યો હોય તો જ તેવા કિસ્સામાં શાળા બદલી શકાય છે.

આરટીઇના નિયમોમાં બદલતા પ્રવેશમાં ઓટ આવી : સાચા પરિવારને લાભ આપવાનો પ્રયાસ
આરટીઇના કાયદાનો ખરા અર્થમાં સાચા પરિવારને લાભ મળે તે માટે છેલ્લા ત્રણેક વર્ષથી આરટીઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હું ભાડાના મકાનમાં રહુ છું તેવું સોગંદનામું કરીને રજુ કરતા પ્રવેશ અપાતો હતો. પરંતુ ત્રણ વર્ષથી રજિસ્ટ્રર ભાડા કરારનો નિયમ બનાવ્યો છે.

જે પરિવારને સંતાનમાં એક જ દિકરી હોય તેમને અને આંગણવાડીના બાળકને પ્રાયોરેટી
આરટીઇ મુજબ ખાનગી શાળાના ધોરણ-1માં પ્રવેશ માટે જે પરિવારને માત્ર દિકરી જ હોય તેને પ્રાયોરોટી આપવાનો નિયમ બનાવ્યો છે. ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રવેશ માટે પ્રાયોરેટી આપવાનો નિયમ બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...