તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:જિલ્લામાં 10 સરકારી, 7 ખાનગી નોકરિયાત, 6 વેપારી, 2 બાળક સહિત 42 વ્યક્તિઓ સંક્રમિત

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં સારવાર લેતા સેક્ટર-3નાં વૃદ્ધાના મોતની સાથે મૃત્યુનો કુલ આંકડો 189 પહોંચ્યો, કોરોનામુક્ત દર્દીનો આંક 2500 નજીક
  • 30 દર્દી સાજા થતાં જિલ્લાની કુલ 2459 વ્યક્તિઓ સાજી થઇ
  • આર્મીમેન, એરફોર્સના જવાન, સેક્શન ઓફિસર, ક્લાર્ક, ડેપ્યુટી એકાઉન્ટટ, સ્ટાફ નર્સ, લેબ આસિસ્ટન્ટટ સહિત કોરોનાના સકંજામાં આવ્યા

સંક્રમિત થયેલા નવા 42 વ્યક્તિઓમાં 10 સરકારી અને 7 ખાનગી નોકરીયાત તો 6 વેપારી અને 2 બાળકો, વિદ્યાર્થી, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. કોરોનાના સકંજામાં આર્મીમેન, એરફોર્સના જવાન, સેક્શન ઓફિસર, ક્લાર્ક, ડેપ્યુટી એકાઉન્ટટ, સ્ટાફ નર્સ, લેબ આસિસ્ટન્ટટ સહિત આવ્યા છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સેક્ટર-3ના વૃદ્ધાના મોતથી કુલ આંકડો 189એ પહોંચ્યો છે.

ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત 30 દર્દીઓને રજા આપતા જિલ્લાની 2459 વ્યક્તિઓ કોરોના મુક્ત થઇ તો તેની સામે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 3171 થયો છે. જિલ્લાના મનપા અને ગાંધીનગર તાલુકા વિસ્તારમાંથી 16-16 તો કલોલમાંથી 6, માણસામાંથી 4 અને દહેગામમાંથી 2 કેસ નોંધાયા છે. દર્દીના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નોંધનીય વાત એ છે કે, ગાંધીનગર તાલુકામાં અને મનપામાં કુલ કેસ પોઝિટિવ કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે

એકાઉન્ટટ, એસઓ સહિત 16 વ્યક્તિઓ સંક્રમિત
મનપા વિસ્તારની 16 સંક્રમિત વ્યક્તિઓમાં સેક્ટર-7ના 3 કેસમાં 67 વર્ષીય ગૃહિણી, 79 વર્ષીય અને 75 વર્ષીય વૃદ્ધ તો સેક્ટર-29ની બે વ્યક્તિઓમાં સેક્ટર-15ની સરકારી સાયન્સ કોલેજના 33 વર્ષીય મહિલા લેબ આસિસ્ટન્ટટ અને કિડની હોસ્પિટલના 25 વર્ષીય સ્ટાફ નર્સ તેમજ સેક્ટર-27ની બે વ્યક્તિઓમાં 2 વર્ષનો બાળક અને 57 વર્ષીય ગૃહિણી જ્યારે સેક્ટર-3ના બે કેસમાં પોલીસ ભવનના 57 વર્ષીય ડેપ્યુટી એકાઉન્ટટ ઓફિસર અને ધનસુરા જીઇબી ઓફિસના 28 વર્ષીય ક્લાર્ક સંક્રમિત થયા છે.

ઉપરાંત સેક્ટર-4ના 45 વર્ષીય યુવાન અને ઇન્ફોસીટીની 47 વર્ષીય ગૃહિણી તો સેક્ટર-25માં રહેતા ઇરીગેશન ડિપાર્ટમેન્ટના 56 વર્ષીય સેક્શન ઓફિસર અને સેક્ટર-8ના પેટ્રોલપંપમાં નોકરી કરતા 61 વર્ષીય વૃદ્ધ તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા સેક્ટર-24ના 59 વર્ષીય આધેડ અને સેક્ટર-2નો 49 વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયો છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિઓના પરિવારના 42 સભ્યોને કોરન્ટાઇન કર્યા છે. આ સાથે મનપા વિસ્તારમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1078 થયો

કલોલના અને માણસાના 4-4 તથા દહેગામમાં 2 કેસ
કલોલના 4 કેસમાંથી નગરપાલિકા વિસ્તારના 65 વર્ષીય વૃદ્ધ, 57 વર્ષીય ગૃહિણી અને 47 વર્ષીય વેપારી તેમજ ઇસંડના 55 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. માણસાના ચાર કેસમાં મહુડીની 28 વર્ષીય ગૃહિણી અને 2 વર્ષની બાળકી તો આજોલના 70 વર્ષીય વૃદ્ધ તો દેલવાડાનો 25 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. ઉપરાંત દહેગામના બે કેસમાં નગરપાલિકા વિસ્તારનો 32 વર્ષીય યુવાન અને ધારીસણાના 69 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે.

12 ગામની 16 વ્યક્તિઓ સંક્રમિત થઈ
ગાંધીનગર તાલુકાના 12 ગામની 16 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. જેમાં આલમપુર મિલેટરી સ્ટેશનના 28 વર્ષીય અને 39 વર્ષીય જવાન તો વાયુશક્તિનગરના 47 વર્ષીય જવાન તો પેથાપુરની બે વ્યક્તિઓમાં 31 વર્ષીય જવાન અને 53 વર્ષીય આધેડ જ્યારે કુડાસણના બે કેસમાં 38 વર્ષીય યુવાન વેપારી અને 58 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. ઉપરાંત પુંદરાસણના 71 વર્ષીય વૃદ્ધ તો સાદરાના 58 વર્ષીય આધેડ તથા શિહોલી મોટીના 56 વર્ષીય વેપારી અને રાંધેજાની 43 વર્ષીય ગૃહિણી તથા રાયસણની 25 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત થઇ છે. જ્યારે ઝુંડાલનો 30 વર્ષીય યુવાન અને સરગાસણનો 30 વર્ષીય તો ઉવારસદનો 37 વર્ષીય યુવાન તેમજ મગોડીના 75 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. આ સાથે ગાંધીનગર તાલુકા પોઝિટિવ કેસનો કુલ આંક 1054 થયો છે.

અન્ય સમાચારો પણ છે...