અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગ્રીન આર્કેડ ફ્લેટમાં થયેલ આગની ઘટનામાં પ્રાંજલ નામની કિશોરીએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આવી ઘટના ગાંધીનગરમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે સ્થાયી સમિતિના ચેરમેન જશવંત પટેલ દ્વારા ફાયર સ્ટેશનની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવ હતી. આવી કોઈ ઘટના ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે બને તો ફાયર બ્રિગેડ દ્વારા કયા પ્રકારે બચાવ કામગીરી કરી શકાય? તેની મોક ડ્રિલ રવિવારે રજાના દિવસે કચેરીના કાર્યમાં ખલેલ ન પહોંચે તે રીતે ઓચિંતા યોજવામાં આવી હતી.
જેમાં ફાયર બ્રિગેડના રિસ્પોન્સ ટાઈમ, નાની-મોટી ત્રુટીઓને ધ્યાન રાખવા જેવી બાબતો વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેરમેન જશવંત પટેલે કોર્પોરેશન કચેરીમાં આગનો બનાવ બને તો તેને પહોંચી વળવા કચેરીમાં લાગેલ વોટર હોર્સ તેમજ અન્ય સિસ્ટમની ચકાસણી કરાવી હતી. જેમાં પાણીનો યોગ્ય પ્રેશર આવતું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જે મુદ્દે તેઓએ તાત્કાલિક પાણીના પ્રેશરની કામગીરી કરવા સૂચના આપી હતી. આ સાથે તેઓએ 42 MTP હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ રીપેર કરવા માટે સૂચના આપી હતી.
કર્મચારીઓ પાસે ફાયર શૂટ અને સેફ્ટી શૂઝ નથી
ચેરમેન દ્વારા શાખાના કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં ફાયર કર્મચારીઓ પાસે ફાયર શૂટ તથા સેફ્ટી શૂઝ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે તેઓએ તાત્કાલિક ધોરણે ખરીદી કરવા માટે ભલામણ કરી હતી. આ ઉપરાંત ઓછા સાધનોમાં એટલે કે, 1-2 કર્મચારી ખભે ઉચકીને લઈ જઈ શકે તેવા ઉપકરણોની મદદથી કેવી રીતે કામગીરી કરાાય તેની સમીક્ષા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.