ગાંધીનગર કોરોના LIVE:જિલ્લામાં ત્રીજી લહેરની વિદાય સમયે 3 લોકોનાં મોત, 41 નવા કેસ નોંધાયા

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 142 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા

ગાંધીનગર જિલ્લા છેલ્લા ચોવીસ કલાકમાં આજે ત્રણ દર્દીઓના મોતની સાથે 41 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી દફતરે નોંધાયા છે. જ્યારે 142 દર્દીઓએ કોરોના રોગથી મુકત થયા છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણનાં ઘટાડા સાથે આજે ત્રણ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે. આજે જિલ્લામાં 41 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે 50 દર્દીઓ કોરોનાથી મુક્ત થયાં છે. જ્યારે બે દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે.

એજ રીતે આજે કોર્પોરેશન વિસ્તારમાંથી 27 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેની સામે 92 દર્દીઓ કોરોના રોગને હરાવવામાં સફળ થયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. આમ જિલ્લામાં આજે 41 કોરોના કેસની સામે 3 દર્દીના મોત થયા છે.

બીજી તરફ આજે શહેર વિસ્તારમાં 617 લાભાર્થીને કોરોના રસી આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 3 હજાર 553 લાભાર્થીઓને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. ગઈકાલે જિલ્લામાં 42 કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 84 દર્દીઓ કોરોના મુકત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...