ફોર્મ રદ:બીજા તબક્કાની 93 બેઠક પર 403 ફોર્મ રદ થયાં, 1112 ઉમેદવારો વચ્ચે ફાઈટ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોમવારે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં 788 ઉમેદવારોની આખરી યાદી જાહેર થઇ ગયા બાદ હવે જોરશોરથી પ્રચાર ચાલું થઇ ગયો છે ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે નામાંકન અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ આખરી ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે.

બીજા તબક્કાની 93 બેઠકો માટે કુલ 1515 ઉમેદવારીપત્રો રજૂ થયા હતા. જેની ચકાસણી દરમિયાન 403 ફોર્મ રદ થયા હતા. ફોર્મમાં અધૂરી વિગતો કે અન્ય ખામી, ડમી ઉમેદવારના ફોર્મ કે ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હોય તેવા ફોર્મ રદ થયા હતા. જેથી હાલની સ્થિતિએ 1112 ઉમેદવારો માન્ય રહ્યા છે.

પરંતુ સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી સોમવારે સાંજે જ દરેક બેઠક પરના હરીફ ઉમેદવારો કેટલા છે તે સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને કુલ 39 પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે મોટી સંખ્યામાં ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...